ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
યુક્રેન-રશિયા વચ્ચેના વિવાદમાં હાલ યુદ્ધનો ખતરો ખતમ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઇ લાવરોવે કહ્યું છે કે, અમારો યુક્રેન પર હુમલો કરવાનો કોઈ ઇરાદો નથી. અમે કોઈપણ પ્રકારનું યુદ્ધ શરૂ કરવા માંગતા નથી. જોકે લાવરોવે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રશિયનોને પણ પોતાના દેશની રક્ષા કરવાનો એટલો જ અધિકાર છે જેટલો અન્ય કોઇ દેશ પાસે છે.
લાવરોવનું આ નિવેદન અમેરિકી પ્રમુખ રાષ્ટ્રપતિ જો બાઈડેનની ગુરુવારની રાતની ચેતવણીના પગલે આવ્યું છે. તેમણે કહ્યું કે, જો રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તો તેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેની કિંમત વ્યક્તિગત રૂપે ચૂકવવી પડશે. વ્હાઈટ હાઉસે પુતિન પર વ્યક્તિગત રીતે પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી હતી. યુ.એસ. અને તેના નાટો(નોર્થ એટલાન્ટિક સંધિ ઓર્ગેનાઈઝેશન) સાથીઓ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર હતા.
ડ્રગ કેસમાં NCBની મોટી કાર્યવાહી, 9 મહિનાથી ફરાર આ અભિનેતાના પાડોશીની કરી ધરપકડ; જાણો વિગતે
જો બાયડને સ્પષ્ટ કર્યું હતું કે જો રશિયા કોઈપણ સમયે યુક્રેન પર આક્રમણ કરશે, તો તેને નાટો પર હુમલો માનવામાં આવશે અને તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ત્યારબાદ બ્રિટને ટેન્ક વિરોધી હથિયારો મોકલ્યા અને કેનેડાએ યુક્રેનમાં રેજિમેન્ટ મોકલી. રશિયા પણ સમજી ગયું હતું કે જો તે યુક્રેન પર યુદ્ધ કરશે તો તે અહીં જ અટકશે નહીં, પરંતુ આગ યુરોપના ઘણા દેશોમાં ફેલાઈ શકે છે. યુ.એસ.એ રશિયાને લેખિત દરખાસ્ત કરી હતી કે તે કઈ માંગણીઓ સ્વીકારવા તૈયાર છે.
આ દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે સીધી ફોન પર લાંબી વાતચીત કરી હતી. મેક્રોને તેમને સ્પષ્ટ કહ્યું કે જો રશિયા પગલાં પાછા નહીં ખેંચે તો દુનિયાને નવા યુદ્ધના ખતરાનો સામનો કરવો પડશે અને તે કોઈના હિતમાં નહીં હોય. બીજી તરફ જર્મની પણ રશિયા પર સતત દબાણ વધારી રહ્યું હતું કે યુદ્ધની સ્થિતિમાં રશિયા સાથે તેના સંબંધો બગડી શકે છે. આ ઉપરાંત ચીન પણ રશિયા પર દબાણ લાવી રહ્યું હતું કે, તે પણ વિન્ટર ઓલિમ્પિક સુધી કોઈ પણ પ્રકારે આક્રમણ ન કરે.
