ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
રશિયાએ યુક્રેન સમક્ષ વાટાઘાટોની દરખાસ્ત કરી છે. યુક્રેને પણ રશિયા સાથે વાટાઘાટોની તૈયારી દર્શાવી છે.
જોકે, મંત્રણાના અહેવાલો વચ્ચે રશિયાએ કીવ પર કબજો જમાવવા આગેકૂચ ચાલુ રાખી છે તેમજ યુક્રેનનું સૈન્ય પણ પૂરી તાકાતથી રશિયાનો સામનો કરી રહ્યું છે.
રશિયાએ કહ્યું છે કે યુક્રેનનું સૈન્ય રશિયાનો સામનો ના કરે તો તેઓ વાટાઘાટો માટે તૈયાર છે.
નાટો અને અમેરિકાએ યુદ્ધના સમયે કોઈ મદદ ના કરતાં યુક્રેન નિરાશ થઈ ગયું છે. તેથી જ તેણે વાતચીત માટે દરખાસ્ત કરી છે.