રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયન નેવી દિવસ નિમિત્તે અમેરિકા અને બ્રિટનને યુદ્ધની ધમકી આપી છે.
પુતિને ચેતાવણીભર્યા શબ્દોમાં કહ્યું કે રશિયાની નેવી દુશ્મનોના લક્ષ્યો પર હુમલો કરવા માટે એકદમ તૈયાર છે.
સાથે પુતિને એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા જ તકરારોને વધારી રહ્યું છે અને રશિયાના હથિયારોને અપરાજિત ગણાવ્યા હતા, કે જેને અમેરિકા કે કોઇ પણ દેશ હરાવી ન શકે.
ઉલ્લેખનીય છે કે રશિયા ભલે આર્થિક રીતે બ્રિટન અને અમેરિકા કરતા નબળુ હોય પણ ડિફેન્સ પાવરમાં દુનિયાના જમાદાર અમેરિકાને પણ હંફાવે તેમ છે.
