ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
પેંડોરાના લીક થયેલા દસ્તાવેજોમાં ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ પાંચ વર્ષ પહેલાં દેશ-વિદેશની મોટી હસ્તીઓની ફ્રોડ કંપની અને ટેક્સ ચોરીના ખુલાસા કર્યા હતા. ફરી એકવાર મોટું રહસ્ય સામે આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પ્રેમિકાનું નામ બહાર આવ્યું છે. નાણાકીય દસ્તાવેજોનો દાવો છે કે પુતિનની ગર્લફ્રેન્ડ 7.45 અબજ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. પુતિન સાથે દોસ્તી થયા બાદ આ સાધારણ મહિલા સંપત્તિવાન બની ગઈ.
આ દસ્તાવેજોમાં પુતિનની મોનાકોમાં રહેલી ગુપ્ત સંપત્તિનો પણ ઉલ્લેખ છે. જેમાં વિદેશમાં સ્થિત એક કંપની બાબતે ખુલાસો થયો હતો જેનું સ્વામિત્વ કથિત રૂપે તેમની ગર્લ ફ્રેન્ડ પાસે છે. એવો દાવો કરાઈ રહ્યો છે કે તેમની પ્રેમિકાએ એક ફ્લેટ ખરીદ્યો હતો. જેની કિંમત 30 કરોડ જેટલી છે. આ ફ્લેટ ઓળખ છુપાવીને લેવાયો હતો. પેંડોરા પેપર્સમાં ખુલાસો થયો છે કે ફ્લેટ પુતિનની પ્રેમિકા સ્વેટલાના ક્રીવોનોગીખનો છે. આ ફ્લેટ સિવાય તેણી પાસે સેન્ટપીટર્સબર્ગમાં એક ફ્લેટ, મોસ્કોમાં જમીન અને લકઝરી ક્રૂઝ પણ છે.
રશિયાની ગુપ્તચર સંસ્થા અનુસાર આ મહિલા અને પુતિનને એક બાળક પણ છે. સ્ટોરમાં ક્લીનરનું કામ કરતી આ મહિલા પુતિનની ગર્લફ્રેન્ડ બન્યા બાદ જોતજોતામાં અરબોની માલકિણ બની ગઈ