News Continuous Bureau | Mumbai
Rain Tax in Canada: કેનેડામાં આવતા મહિનાથી લોકોને રેઈન ટેક્સ ચૂકવવો પડી શકે છે. કેનેડાનું ( Canada ) શહેર ટોરોન્ટો નવા પ્રકારનો ટેક્સ લાગુ કરવા વિચારી રહ્યું છે. તેનો ઉદ્દેશ સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટની સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. ટોરોન્ટો સરકારની સત્તાવાર વેબસાઈટ અનુસાર, મહાપાલિકા ઓથોરિટી ‘રેઈન ટેક્સ’ લાગુ કરવા પર વિચાર કરી રહી છે અને તેને આવતા મહિને એટલે કે એપ્રિલમાં લાગુ કરવાની યોજના ધરાવે છે.
ટોરોન્ટોની ( Toronto ) અધિકૃત વેબસાઈટ જણાવે છે કે, “સરકાર પાણીના વપરાશકારો અને રસ ધરાવતા પક્ષકારો સાથે મળીને વરસાદી પાણીના ( Rain Water ) વ્યવસ્થાપનને સંબોધવા માટે “સ્ટ્રોમવોટર ચાર્જ એન્ડ વોટર સર્વિસ ચાર્જ કન્સલ્ટેશન” પ્રોગ્રામ પર કામ કરી રહી છે.
ટોરોન્ટોના લોકો પહેલાથી જ પાણીના ઉપયોગિતા બિલો ચૂકવે છે..
અધિકારીઓ આ વરસાદી કરના સંભવિત અમલીકરણ અંગે લોકો અને રસ ધરાવતા પક્ષકારો પાસેથી પ્રતિક્રિયાઓ એકત્રિત કરી રહ્યા છે અને 30 એપ્રિલ પહેલા પાણીના વપરાશકારોને સર્વે કરવા માટે આમંત્રિત કરી રહ્યા છે.
કેનેડામાં વરસાદ પડ્યા બાદ રોડ-રસ્તા પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે. કેનેડામાં આવી સમસ્યા ઘણી વખત થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : MI vs SRH: મુંબઈ ઈન્ડિયન્સ ફરી હાર બાદ આકાશ અંબાણીએ રોહિત શર્મા સાથે કરી મીટિંગ, શું પંડ્યા પાસેથી કેપ્ટન્સી છીનવાઈ જશે?
આ સમસ્યાનો સામનો કરવા માટે અહીં સ્ટ્રોર્મ ડ્રેનેજ બનાવવામાં આવ્યું છે. આ ખાસ પ્રકારની સિસ્ટમ હોય છે, જેનાથી એકસ્ટ્રા પાણી, જે જમીન અથવા વૃક્ષો-છોડ શોષી શકતા નથી, તે બહાર નીકળી આવે છે. આ રીત બધા દેશોમાં અપનાવવામાં આવે છે.
ટોરોન્ટોના લોકો પહેલાથી જ પાણીના ઉપયોગિતા બિલો ચૂકવે છે, જેમાં વરસાદી પાણીના સંચાલનનો ખર્ચ પણ સામેલ છે. વેબસાઈટ જણાવે છે કે, “સ્ટ્રોમ વોટર ( Storm Water Management ) ચાર્જ શહેરની સ્ટોર્મ સીવર સિસ્ટમમાં વરસાદી પાણીના પ્રવાહના સંદર્ભમાં મિલકતની અસર પર આધારિત હશે. જેમાં રહેણાંક મકાનો ઉપરાંત ઓફિસ, રેસ્ટોરન્ટ જેવા સ્ટ્રક્ચરનો પણ સમાવેશ કરવામાં આવશે.