Site icon

કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, રેડ લિપસ્ટિક પર મુક્યો પ્રતિબંધ!

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અવાર નવાર અનોખા ફરમાનને લઈને ચર્ચામાં રહે છે. સરમુખત્યાર કિમ જોંગ ઉનની સરકાર જાહેર જનતાની સાથે સાથે નાગરિકોના ખાનગી જીવન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે.

Red Lipstick Ban in North Korea

કિમ જોંગ ઉનનું વિચિત્ર ફરમાન, રેડ લિપસ્ટિક પર મુક્યો પ્રતિબંધ!

News Continuous Bureau | Mumbai

ઉત્તર કોરિયાના ( North Korea  ) સરમુખત્યાર કિમ જોંગ ઉન અવાર નવાર અનોખા ફરમાનને લઈને ચર્ચામાં રહે છે. સરમુખત્યાર કિમ જોંગ ઉનની સરકાર જાહેર જનતાની સાથે સાથે નાગરિકોના ખાનગી જીવન પર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. તેથી ત્યાંના લોકો તે પ્રતિબંધો સાથે જીવે છે. દરમિયાન ફરી એકવાર કિમ જોંગે એક વિચિત્ર આદેશ જાહેર કર્યો હોવાનું સામે આવ્યું છે. ઉત્તર કોરિયામાં મહિલાઓની સુંદરતામાં વધારો કરતી લિપસ્ટિક પર જ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, મહિલાઓને લાલ લિપસ્ટિક ( Red Lipstick ) સહિત સૌંદર્ય પ્રસાધનો એટલે કે મેક-અપ સામગ્રીનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ ( Ban ) મૂકી દીધો છે. આવા વિચિત્ર ફરમાન પાછળનું કારણ સાંભળીને તમને આશ્ચર્ય થશે.

Join Our WhatsApp Community

મેકઅપ એ મહિલાઓના જીવનનો અભિન્ન ભાગ છે. લિપસ્ટિક એ મહિલાઓના મેકઅપનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને મહિલાઓની સુંદરતા વધારતી લાલ લિપસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારનું માનવું છે કે આ રંગ મૂડીવાદને પ્રોત્સાહન આપે છે, તેથી મહિલાઓને તેમના હોઠ પર આ રંગની લિપસ્ટિક લગાવવાની મંજૂરી નથી.

આ સમાચાર પણ વાંચો:  Mumbai news : મુંબઈમાં પેટ્રોલ-ડીઝલ તો ઠીક હવે પાણી પણ થયું મોંઘું.. પાલિકાએ પાણીના દરમાં 7.12 ટકાનો કર્યો વધારો

આ વિચિત્ર આદેશનું પાલન મહિલાઓ કરી રહી છે કે નહીં તેની તપાસ કરવા માટે એક વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે. આ પેટ્રોલિંગ ટીમ દરરોજ મહિલાઓનો મેકઅપ ચેક કરે છે. ટીમ મહિલાઓના સામાનની તપાસ કરે છે અને જો તે હાજર હોય તો લાલ લિપસ્ટિકને જપ્ત કરે છે. સાથે જ નિયમોનું પાલન ન કરતી મહિલાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ પણ ફટકારે છે.

આ વસ્તુઓ પર પણ પ્રતિબંધ છે
ઉત્તર કોરિયામાં, મહિલાઓને તેમના વાળને લાલ લિપસ્ટિકથી રંગવાની પણ મંજૂરી નથી. આ ઉપરાંત ચેન, વીંટી, બ્રેસલેટ જેવી જ્વેલરી પહેરવા પર પણ પ્રતિબંધ છે. ઉત્તર કોરિયામાં લોકો સ્કિની જિન્સ પણ પહેરી શકતા નથી. કારણ કે તે પશ્ચિમી ફેશન ગણાય છે. સાથે જ ચામડાનો ટ્રેન્ચ કોટ પણ પહેરવા મનાઈ ફરમાવવામાં આવી છે. હકીકતમાં, 2019 માં, જ્યારે કિમે પોતે ટ્રેન્ચ કોટ પહેર્યો હતો, ત્યારે આ ટ્રેન્ડ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. તે પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે તે ઈચ્છતો નહોતો કે કોઈ તેની જેમ ફેશન ફોલો કરે. એટલું જ નહીં કિમ જોંગ ઉનની જેમ ફ્રેમવાળા ચશ્મા પહેરવાની પણ મનાઈ છે.

આ સમાચાર પણ વાંચો :  હવે પાપડ અને ભૂંગળા પર પણ ૧૮ ટકા જીએસટી આપવો પડશે

Pakistan Economic Crisis: પાકિસ્તાન બરબાદીના આરે! PM શાહબાઝ શરીફના એક નિવેદને દુનિયાભરમાં જગાવી ચર્ચા; જાણો પાકિસ્તાન કેમ બની રહ્યું છે ‘આર્થિક ગુલામ’?
Epstein Files: એપસ્ટીન ફાઇલ્સ : 30 લાખ પાનાના દસ્તાવેજોમાં મસ્ક, ટ્રમ્પ અને બિલ ગેટ્સના નામથી ખળભળાટ
Sunetra Pawar: કાકાના આશીર્વાદ વગર સુનેત્રા પવારનો રાજ્યાભિષેક? મુંબઈમાં શપથ ગ્રહણ પહેલા બારામતીમાં ‘પવાર વર્સેસ પવાર’ ની લડાઈ તેજ
Oil Diplomacy: ક્રૂડ ઓઈલની દુનિયામાં ભૂકંપ! ટ્રમ્પની એન્ટ્રી સાથે ભારતની ઓઈલ રણનીતિ બદલાઈ, રશિયાને લાગશે મોટો ઝટકો?
Exit mobile version