ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
17 સપ્ટેમ્બર 2020
નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલી હાલ ભારતની વિરુદ્ધમાં મેદાને પડયા છે. એ વાત જગજાહેર છે કે તેઓ ચીનના ઇશારે કઠપૂતળીની જેમ નૃત્ય કરી રહ્યા છે. પરંતુ આ પાછળનું ખરું કારણ અત્યારે છતું થયું છે. ગ્લોબલ વોચ એનાલિસિસ ના તાજેતરના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઓલીના જિનેવા સ્થિત બેંકના ખાતામાં ૪૧ કરોડ રૂપિયા જમા છે. આ ઉપરાંત તેણે વિદેશ માં ઘણી સંપત્તિ ખરીદી છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઓલી નો વ્યવસાય દિવસેને દિવસે મોટો બની રહ્યો છે. તેના વેપારમાં ચીન તેને મદદ કરી રહ્યું છે.
આ રિપોર્ટ બહાર આવ્યા પછી નેપાળની રાજનીતિમાં ચકચાર મચી જવા પામી છે. હવે જોવાનું એ રહે છે કે ઓલી આ આરોપોનો પ્રત્યુત્તર શી રીતે આપે છે.