Site icon

પીએમની ખુરશીમાં કોણ આગળ ટ્રસ કે સુનક- જાણો બ્રિટનને ક્યારે મળશે નવા પ્રધાનમંત્રી 

News Continuous Bureau | Mumbai 

બ્રિટનમાં(Britain) પ્રધાનમંત્રી(Prime Minister) બોરિસ જાેનસનના(Boris Johnson) ઉત્તરાધિકારીને લઈને ચાલી રહેલી દોડ ભારતવંશી ઋષિ સુનક(Rishi Sunak) અને લિઝ ટ્રસ(Liz Truss) વચ્ચે છે. પરંતુ હવે સર્વેના પરિણામ(Survey results) જણાવી રહ્યાં છે કે સુનકના  સપના પર પાણી ફરી શકે છે. હકીકતમાં સર્વેમાં વિદેશ મંત્રી ટ્રસે(Minister of External Affairs Truss) બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની રેસમાં સુનક પર લીડ મેળવી લીધી છે. તેમાંથી એકને સપ્ટેમ્બરની શરૂઆત સુધી ચાલનાર મતદાનમાં પાર્ટી સભ્યો(party members) દ્વારા આગામી પ્રધાનમંત્રીના રૂપમાં ચૂંટવામાં આવશે. તેમાં જાેનસન સરકારમાં નાણામંત્રી (Finance Minister) રહેલા સુનકનો માર્ગ હવે મુશ્કેલ લાગી રહ્યો છે. સર્વેના આ સપ્તાહની શરૂઆતના આંકડા જણાવે છે કે લિઝ ટ્રસ, ઋષિ સુનક પર લીડ બનાવી છે. આવો જાણીએ કંઝર્વેટિવ પાર્ટીમાં (Conservative Party) નેતા ચૂંટવાની શું છે પ્રક્રિયા. શું હશે તેના પરિણામ. નવા પીએમ સામે શું છે મોટા પડકાર.

Join Our WhatsApp Community

બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર પ્રધાનમંત્રીની રેસમાં સામેલ થવા ઓછામાં ઓછા ૨૦ સાંસદોના સમર્થનની જરૂરીયાત હોય છે. ઉમેદવારી બાદ પહેલા વોટીંગ થાય છે. તેમાંથી ૩૦થી ઓછા મત મળનાર ઉમેદવાર બહાર થઈ ગાય છે. ત્યારબાદ પ્રથમ મતદાનમાં જીતનાર ઉમેદવાર બીજા વોટિંગમાં ભાગ લે છે. તેમાંથી જે ઉમેદવારને સૌથી ઓછા મત મળે તે બહાર થઈ જાય છે. આ પ્રક્રિયામાં એક બાદ એક રાઉન્ડનું મતદાન થાય છે. દરેક રાઉન્ડમાં ઉમેદવારોની સંખ્યા ઘટતી જાય છે. જ્યાં સુધી માત્ર બે ઉમેદવાર ન બચે ત્યાં સુધી આ વોટિંગની પ્રક્રિયા ચાલુ રહે છે.  

આ સમાચાર પણ વાંચો :  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં ધમાકો- આટલા લોકોના થયા મોત- 50થી વધુ ઘાયલ

પાર્ટીના સભ્ય પોસ્ટલ વોટ(Postal vote) કરે છે અને નેતાની પસંદગી કરે છે. વિજયી ઉમેદવાર પાર્ટી નેતાની સાથે-સાથે પ્રધાનમંત્રીનું પદ પણ સંભાળે છે. એટલે કે જે ઉમેદવાર પાર્ટીના નેતા તરીકે પસંદ થશે તે બ્રિટનના પ્રધાનમંત્રી બનશે. આ દોડમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદ અને વિદેશ કાર્યાલયના મંત્રી રહમાન ચિશ્તી અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શાપ્સ શરૂઆતમાં બહાર થઈ ગયા હતા. 

આ ઉમેદવારોને ૨૦ સાંસદોનું સમર્થન મળી શક્યું નથી. તેના કારણે તે વેટિંગ માં ભાગ લઈ શકાય નહીં. ત્યારબાદ થયેલા વોટિંગમાં પૂર્વ વિદેશ મંત્રી જેરેમી હંટ અને ચાન્સલર નાદિમ જહાવીને ઓછામાં ઓછા ૩૦ સાંસદોના મત ન મળતા તે બહાર થઈ ગયા હતા. ૧૨ જુલાઈએ પ્રધાનમંત્રી ઉમેદવાર માટે ઉમેદવારી બંધ થઈ ગઈ હતી. તે માટે દરેક નેતાને ૨૦ સાંસદોના સમર્થનની જરૂર હોય છે. ૧૩ જુલાઈએ પ્રથમ રાઉન્ડનું મતદાન થયું હતું. 

૩૦થી ઓછા મત મેળવનાર ઉમેદવારો બહાર થઈ ગયા. ૧૪ જુલાઈએ થયેલા વોટિંગમાં સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારો બહાર થઈ ગયા હતા. ત્યારબાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દેશભરમાં અંતિમ બે ઉમેદવારો માટે પાર્ટીના સભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ ૫ સપ્ટેમ્બરે નવા પ્રધાનમંત્રીની જાહેરાત થશે. ત્યારબાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  શું ૨૦૨૫ સુધી ઘટી જશે ચાલાક ચીનની વસ્તી- વધુ બાળકો પેદા કરવા પર ભાર- આ છે ડ્રેગનની યોજના

Kim Jong Un: કિમ જોંગ નો વિચિત્ર નિર્ણય, ‘આઈસ્ક્રીમ’ શબ્દ બોલશો તો સજા થશે, જાણો આ પાછળનું કારણ
Narendra Modi: અમેરિકાને જોઈતું હતું તે જ બન્યું, શું ખરેખર ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી બંધ કરી? ટ્રમ્પ ની એક પોસ્ટ થી મચી ખળભળાટ
Operation Sindoor: પાકિસ્તાનના નાયબ વડાપ્રધાને ખોલી ટ્રમ્પની પોલ, ઓપરેશન સિંદૂર ને લઈને કર્યો મોટો ખુલાસો
India-US Trade: ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર થઇ આટલા કલાકની ચર્ચા, ટ્રમ્પના ટેરિફ પર ક્યાં સુધી વાત પહોંચી? મંત્રાલયે આપ્યું અપડેટ
Exit mobile version