ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર.
યુક્રેન ઉપર રશિયાનો હુમલો અટકવાના બદલે હવે વધારે તીવ્ર થઈ રહ્યો છે.
રશિયન સેનાએ યુક્રેનના ઝેપોરઝૈય ખાતે ના પરમાણુ પ્લાન્ટ પર બોમ્બવર્ષા કરી છે.
યુક્રેનમાં રશિયાએ કરેલા આ હુમલામાં યુરોપના સૌથી મોટા ગણાતા પાવર પ્લાન્ટમાં આગ લાગી ગઇ છે.
આ પ્લાન્ટ જે શહેરમાં આવેલો છે તેના મેયરે એક મેસેજ કર્યો છે કે રશિયન સેનાના રોકેટ અને બોમ્બ હુમલાના
કારણે પરમાણુ પ્લાન્ટ પાસે આગ લાગી ચૂકી છે અને હું જ્વાળા જોઇ શકું છું.
રશિયન સેનાએ તોપમારા બાદ એડમિન અને કન્ટ્રોલ બિલ્ડીંગ પર કબજો કરી લીધો અને યુક્રેની ફાયર ફાઇટર્સને પ્લાન્ટમાં જતા રોકી રહ્યા છે.
જો આ પ્લાન્ટમાં બ્લાસ્ટ થશે તો તે ચેર્નોબિલ કરતા પણ 10 ગણો મોટો હશે.