India Russia Mediation: રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ: ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન-અમેરિકા યુદ્ધ રોકવા કરી અપીલ, શું પીએમ મોદી બનશે શાંતિદૂત?

રશિયાનો ગંભીર આરોપ- 'અમેરિકા અને ઈઝરાયેલ વગર કારણે ઈરાન પર કરી રહ્યા છે હુમલા', ભારત જેવી પ્રભાવશાળી શક્તિ જ લાવી શકે છે ઉકેલ.

by samadhan gothal
India Russia Mediation રશિયાનો ભારત પર અતૂટ વિશ્વાસ ‘તાકાતવર દેશ’ ગણાવી ઈરાન

News Continuous Bureau | Mumbai
India Russia Mediation મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધને ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છે, ત્યારે રશિયાએ ભારતને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ જણાવ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલા ‘અકારણ આક્રમણ’ ને કારણે સર્જાયેલી કટોકટીમાં ભારત જેવી પ્રભાવશાળી શક્તિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રશિયાનું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયના જવાબદાર સભ્ય તરીકે ભારત આ યુદ્ધને રોકવા માટે મધ્યસ્થતા કરી શકે છે.

રશિયા-ઈરાન વચ્ચે ગુપ્ત સૈન્ય સહયોગના અહેવાલ

અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયા ગુપ્ત રીતે ઈરાનને મદદ કરી રહ્યું છે. રશિયા ઈરાનને સેટેલાઇટ ઈમેજરી અને અદ્યતન ડ્રોન ટેકનોલોજી પૂરી પાડી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનને આ વિસ્તારમાં રહેલા અમેરિકન દળોને સચોટ નિશાન બનાવવામાં મદદ કરવાનો છે. જોકે, રશિયાએ સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરી નથી, પરંતુ રશિયા સતત ઈરાનનો પક્ષ લઈ રહ્યું છે.

યુદ્ધને કારણે ભારત પર આર્થિક સંકટ

ભારત પોતાની જરૂરિયાતનું ૮૮% કાચું તેલ અને ૫૦% કુદરતી ગેસ આયાત કરે છે. ૨૮ ફેબ્રુઆરીએ શરૂ થયેલા આ યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની બ્લોક થઈ ગઈ છે, જેના કારણે સાઉદી અરેબિયા અને યુએઈથી આવતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે. ભારત અત્યારે રશિયા પાસેથી તેલ મંગાવીને આ ઘટ પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ૧૧૦ ડોલર ની નજીક પહોંચતા મોંઘવારી વધવાનું જોખમ છે.

આ સમાચાર પણ વાંચો : Apple Products Discontinued: એપલનો સપાટો! iPhone 16e સહિત એકસાથે ૧૫ પ્રોડક્ટ્સ કરી બંધ; જુઓ કયા ગેજેટ્સ હવે માર્કેટમાંથી થશે ગાયબ.

સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલો અને ઉર્જા બજારમાં ઉછાળો

બુધવારે ઈરાનમાં આવેલી વિશ્વની સૌથી મોટી ગેસ ફિલ્ડ ‘સાઉથ પાર્સ’ પર થયેલા હુમલા બાદ વૈશ્વિક ઉર્જા બજારમાં હાહાકાર મચી ગયો છે. આ હુમલા પછી કાચા તેલની કિંમતોમાં ૬.૩% અને યુરોપમાં ગેસની કિંમતોમાં ૯.૩% નો તોતિંગ વધારો થયો છે. ઈઝરાયેલ અને અમેરિકા સતત ઈરાનના તેલ ભંડાર અને ખાર્ગ ટાપુ ને નિશાન બનાવી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય ઈરાનની આર્થિક શક્તિ તોડવાનો છે. આ સંજોગોમાં રશિયા અને પાકિસ્તાન વચ્ચે પણ સસ્તા તેલની ડીલ અંગે વાટાઘાટો ચાલી રહી છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More