Site icon

યુદ્ધના પગલે પશ્ચિમી દેશો સતત રશિયા પર પ્રતિબંધો લગાવ્યા બાદ હવે પુતિને કર્યો પલટવાર આ 2 દેશ હવે ગેસ વગર રઝળી પડશે

News Continuous Bureau | Mumbai 

રશિયા અને યુક્રેન(Russia ukraine war) વચ્ચે છેલ્લા ૩ મહિના કરતા પણ વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. સ્થિતિ એવી છે કે બંનેમાંથી કોઈ પણ દેશ ખુલીને પોતાની જીત થઈ હોવાનું જણાવી શકવાની સ્થિતિમાં નથી. આ બધા વચ્ચે પશ્ચિમી દેશો(Western countries) સતત રશિયા પર નવા નવા પ્રતિબંધોનો વરસાદ કર્યા કરે છે. હવે રશિયાએ પણ પલટવાર કરતા મોટો નિર્ણય લીધો છે.  

Join Our WhatsApp Community

પોતાના પર  લાગેલા પ્રતિબંધોને પગલે રશિયાએ પણ હવે પલટવાર કરતા જર્મની (Germany)અને ડેનમાર્કને કરવામાં આવતા ગેસ સપ્લાય પર રોક લગાવી દીધી છે. રશિયન ગેસ કંપની(Gas company) Gazprom કહ્યું કે હાલની સ્થિતિ જાેતા ડેનમાર્કની(Denmark) એનર્જી કંપની(Energy Company) Orsted ગેસ સપ્લાય(Gas supply) રોકવામાં આવી રહ્યો છે. આ સાથે જ જર્મનીની Shell Energy કંપનીને પણ ગેસની ડિલિવરી(Gas delivery)  બંધ કરવામાં આવી રહી છે. રશિયન કંપનીએ કહ્યું કે જ્યાં સુધી બંને કંપનીઓ સાથે પેમેન્ટ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી ગેસ સપ્લાય થશે નહીં.  અગાઉ જર્મની અને ડેનમાર્કની બંને કંપનીઓએ રશિયાની Gazpromને ટેલિગ્રામ દ્વારા મોકલેલા સંદેશમાં કહ્યું હતું કે તેઓ રૂબલમાં પેમેન્ટ કરશે નહીં. ત્યારબાદ રશિયાની કંપનીએ એક્શન લેતા ગેસ સપ્લાય બંધ કરવાનું નક્કી કર્યું. બુધવારથી આ સપ્લાય બંધ થઈ જશે.  

આ સમાચાર પણ વાંચો : અમેરિકામાં 8 દિવસમાં ગોળીબારની બીજી ઘટના- હવે આ શહેરના હોસ્પિટલ કેમ્પસમાં અંધાધૂંધ ગોળીબાર- 4 લોકોના મોત

અમેરિકાના(USA) નેતૃત્વમાં પશ્ચિમી દેશોએ રશિયા સાથે ડોલરમાં વેપાર કરવા પર પ્રતિબંધ લગાવેલો છે. રશિયાએ પોતાની કરન્સી(Currency )રૂબલમાં(Ruble) અન્ય દેશો વેપાર કરવાનું શરૂ કરી દીધુ. જર્મની અને ડેનમાર્કે મંગળવારે કહ્યું કે તેઓ ગેસની ચૂકવણી રૂબલમાં કરશે નહીં. ત્યારબાદ રશિયાએ આ બંને દેશોને ગેસ સપ્લાય પર રોક લગાવી.  યુક્રેન પર કાર્યવાહીને પગલે પશ્ચિમી દેશોના વિરોધી વ્યવહારને જાેતા રશિયાના રાષ્ટ્રપતિ(President of Russia) વ્લાદિમિર પુતિને(Vladimir Putin) મિત્ર ન હોય તેવા દેશો મામલે ૩૧ માર્ચના રોજ એક આદેશ સાઈન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે તે દેશો રૂબલમાં પેમેન્ટ કરવાની ના પાડશે તો તેમની સાથે થયેલા કોન્ટ્રાક્ટ રોકી શકાશે.

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version