ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 04 માર્ચ, 2022,
શુક્રવાર.
રશિયા અને યુક્રેન વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ ચાલુ છે.
આ દરમિયાન રશિયન પ્રમુખ પુતિને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેંક્રો સાથે ચર્ચા કરતાં ચેતવણી આપી કે યુક્રેનને હરાવીને તેનું નિઃશસ્ત્રીકરણ ન કરીએ ત્યાં સુધી આક્રમણ ચાલુ જ રહેશે.
રશિયન સૈન્યના અભિયાનનો આશય યુક્રેનનું નિઃશસ્ત્રીકરણ કરવાનો અને તેની તટસ્થ સ્થિતિ જાળવી રાખવાનો છે.
રશિયા યુક્રેન સાથે વાટાઘાટો માટે તૈયાર છે અને વાતચીતમાં વિલંબનો પ્રયાસ થતાં રશિયા તેની માગો વધારી દેશે.
ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન પર હુમલાની તીવ્રતા વધારતા ખેરસોન સહિત તેના દરિયાઈ બંદરો પર કબજો જમાવ્યો હતો તથા પડોશી દેશનો દરિયાઈ સંપર્ક કાપી નાંખ્યો હતો.
