કોરોના કહેર: દુનિયાના આ દેશમાં કોરોનાથી એક દિવસમાં 890 લોકોના મોત, જાણો લોકડાઉન અંગે સરકારે શું કહ્યું…  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 5 ઓક્ટોબર, 2021

મંગળવાર

રશિયામાં જીવલેણ કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે. 

અહીં કાલે કોરોનાથી 890 લોકોના મોત થયા, આ એક દિવસમાં મોતના સૌથી વધુ કેસ છે. 

કોરોના વાયરસ સામે રચાયેલ નેશનલ ટાસ્ક ફોર્સે કહ્યું કે ચેપના 25,769 નવા કેસ નોંધાયા છે.

આ સાથે રશિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 14.6 કરોડ કેસ સામે આવ્યાં છે અને સંક્રમણથી લગભગ 2 લાખ 10 હજાર લોકોના મોત થયા છે. 

જોકે દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને મોતના આંકડાની વચ્ચે રશિયન અધિકારીઓ  સ્પષ્ટતા કરી છે કે લોકડાઉનની કોઇ યોજના નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં માત્ર 32.5 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

બદનક્ષીના બે કેસમાં ભાજપના આ નેતાને શિવડી કોર્ટે આપ્યા જામીનઃ જામીન આપતા સમયે કોર્ટે રાખી આ આકરી શરતો; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More