ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઓક્ટોબર, 2021
મંગળવાર
રશિયામાં જીવલેણ કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે.
અહીં કાલે કોરોનાથી 890 લોકોના મોત થયા, આ એક દિવસમાં મોતના સૌથી વધુ કેસ છે.
કોરોના વાયરસ સામે રચાયેલ નેશનલ ટાસ્ક ફોર્સે કહ્યું કે ચેપના 25,769 નવા કેસ નોંધાયા છે.
આ સાથે રશિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 14.6 કરોડ કેસ સામે આવ્યાં છે અને સંક્રમણથી લગભગ 2 લાખ 10 હજાર લોકોના મોત થયા છે.
જોકે દેશમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને મોતના આંકડાની વચ્ચે રશિયન અધિકારીઓ સ્પષ્ટતા કરી છે કે લોકડાઉનની કોઇ યોજના નથી.
ઉલ્લેખનીય છે કે દેશમાં માત્ર 32.5 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 28 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.