News Continuous Bureau | Mumbai
યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાએ અમેરિકા અને યુરોપિયન યુનિયનને એક મોટો ઝટકો આપ્યો છે.
રશિયાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથેના તેના સહયોગને સમાપ્ત કરવાની ઘોષણા કરી છે.
આ માહિતી આપતાં રશિયાની સ્પેસ એજન્સી રોસકોસમોસના વડા દિમિત્રી રોગોઝિને કહ્યું કે હવે તેમનો દેશ યુએસ સ્પેસ એજન્સી નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે કામ કરશે નહીં.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ છેલ્લો મહત્વનો પ્રોજેક્ટ છે જેના પર રશિયાની રોસકોસમોસ, અમેરિકાની નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી સાથે મળીને કામ કરી રહી હતી.
અગાઉ યુક્રેન પર રશિયાના આક્રમણ પછી આ પ્રોજેક્ટ પર આગળનું કામ સ્થગિત કરવામાં આવ્યું હતું.
ઉલેખનીય છે કે દિમિત્રી રોગોજિને અમેરિકા અને યુરોપીયન દેશોને ચેતવણી આપી હતી કે મોસ્કો પર લગાડાઈ રહેલા આર્થિક પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર કામ કરવામાં વિપેક્ષ પડી શકે છે અને તેને કારણે તેના સમુદ્રમાં અથવા જમીન પર તૂટી પડવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : ભારતના પાડોશી આ દેશમાં સ્થિતિ વણસી, રાષ્ટ્રપતિએ જાહેર કરી ઇમરજન્સી, આર્થિક સ્થિતિ કથળતા રસ્તા પર હિંસા