ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદને કારણે ફરી એકવાર બે મોટા દુશ્મન દેશ રશિયા અને અમેરિકા સામ-સામે આવી ગયા છે. એક તરફ શાંતિ અને ઉકેલની વાતો થઈ રહી છે. તો બીજી તરફ બંને દેશો ખુલ્લેઆમ યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. આ વિવાદ પાકિસ્તાન જેવા અન્ય દેશોને પણ અસર કરી શકે છે, જેની અર્થવ્યવસ્થા અમેરિકા અને રશિયા જેવા મોટા દેશોની આયાત પર નિર્ભર છે.
પાકિસ્તાની મીડિયાના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ તણાવની અસર પાકિસ્તાન પર પણ પડી શકે છે. રશિયા કહી રહ્યું છે કે તે યુક્રેન પર હુમલો નહીં કરે, પરંતુ તેણે સરહદ પર એક લાખથી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. જ્યારે અમેરિકાનું કહેવું છે કે, ફેબ્રુઆરી સુધીમાં યુક્રેન પર હુમલો કરવામાં આવશે. અમેરિકાના ૨૦૦ સૈનિક લ્વિવ પહોંચી ગયા છે. આ શહેર પોલેન્ડ સાથે જોડાયેલ છે. આ સૈનિકો યુક્રેનિયન સૈનિકોને રોકેટ લોન્ચર અને અન્ય પ્રકારના યુદ્ધ ચલાવવા માટે તાલીમ આપી રહ્યા છે. પૂર્વ યુરોપ અને પશ્ચિમ વચ્ચેની આ આગની જ્વાળા પાકિસ્તાન સુધી જઈ શકે છે. આ સમય પાકિસ્તાન માટે રાજકીય અને નાણાકીય તણાવથી ભરેલો છે. એક દેશની તરફેણ કરવી તેના માટે નુકસાનકારક પણ હોઈ શકે છે. પાકિસ્તાન રશિયા સાથે દોસ્તી વધારી રહ્યું છે. તેથી તે આ મામલે કંઈ ન કહીને છટકી શકે તેમ નથી.
ભૂકંપના આચંકાથી ધ્રુજી ઉઠ્યું ઈન્ડોનેશિયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા; જાણો વિગતે
પાકિસ્તાને ૧૦૦ ડોલર પ્રતિ બેરલ તેલની કિંમત માટે તૈયાર રહેવું જોઈએ. અહીં તેની કિંમત પહેલેથી જ ૯૦ થી ઉપર છે. પાકિસ્તાન સરકાર ચિંતિત છે કે તેલની વધતી કિંમતોની દેશના વિકાસ પર અસર પડી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જો આયાત ઘટાડીને નિકાસ વધારવામાં નહીં આવે તો પાકિસ્તાની ચલણ પર દબાણ વધશે અને ૨૦૦ પાકિસ્તાની રૂપિયા એક ડોલરની બરાબર થઈ જશે. પાકિસ્તાન પર મોંઘવારીનો પ્રભાવ એવો હશે કે તે લાંબા સમય સુધી તેની અસર છોડશે નહીં. જાે થોડા મહિનાઓ સુધી તેલના ભાવમાં ૧૦-૨૦ ડોલરનો વધારો થાય તો પાકિસ્તાનને એકથી બે અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. કારણ કે ચલણ પહેલાથી જ ખરાબ રીતે ઘટી ગયું છે. તેના કારણે પાકિસ્તાનમાં અન્ય તમામ સમસ્યાઓ ઉભી થશે.