ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
અંદાજે 2 મહિનાથી ચાલતા યુક્રેન સંકટમાં થોડી નરમાઇ આવ્યાનો પહેલો સંકેત મળ્યો છે .
યુક્રેનની સરહદ પર રશિયાએ પોતાના સેનાનો અભ્યાસ પૂરો કરી લીધો છે.
આ સાથે રશિયાએ જાહેરાત કરી કે, તેમની સેના સરહદ પરથી પરત ફરી રહી છે.
અમેરિકાની ચેતવણીની રશિયા પર ગંભીર થઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.
અમેરિકાએ રશિયાને ચેતવણી આપી હતી કે, તેને યુદ્ધની ભારે કિંમત ચૂકવવી પડશે.
