News Continuous Bureau | Mumbai
રશિયા અને યુક્રેન વચ્ચે ઇસ્તાબુલ ખાતે યોજાયેલા શાંતિ મંત્રણામાં રશિયાએ યુક્રેન સામે નરમ વલણના સંકેત આપ્યા છે.
રશિયા બેઠકને વાતચીતને સાર્થક ગણાવીને યુક્રેનની રાજધાની કીવની આસપાસ જે સૈન્ય ઘેરો ઘાલ્યો છે તે ઓછો કરશે.
સાથે જ ચેર્નીહીવમાં પણ સૈન્ય અભિયાનમાં કપાત કરવાનો નિર્ણય લીધો છે.
જો કે આના બદલામાં યુક્રેને આંતરરાષ્ટ્રીય સ્તરે તટસ્થતા જાળવવાની ગેરંટી આપવી પડશે.
તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં વાટાઘાટો બાદ રશિયાના નાયબ સંરક્ષણ મંત્રીએ પ્રેસવાર્તામાં આ જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે અગાઉ બેલારુસમાં અનેક વાર બેઠકો થઇ છે પરંતુ કોઇ નક્કર પરિણામ મળ્યું ન હતું. બંને વચ્ચે અવિશ્વાસની ખાઇના પગલે યુદ્ધ 35માં દિવસ સુધી પહોંચ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ઈઝરાયેલના આ શહેરમાં થયો આતંકી હુમલો, 5 લોકોના થયા કરુંણ મોત; માત્ર એક જ સપ્તાહમાં થયા આટલા આતંકી હુમલા