ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,
શુક્રવાર
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અન્ય દેશોને રશિયાના સૈન્ય ઓપરેશનમાં હસ્તક્ષેપ ન કરવાની ચેતવણી આપી છે. રશિયાને બરાબર ખબર છે કે કોઈપણ દેશ યુક્રેનને મદદ કરવાની હિંમત નહીં કરે. કારણ કે રશિયા પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી બોમ્બ છે. તેને ફાધર ઓફ ઓલ બોમ્બ્સ કહેવાય છે. એવું કહેવાય છે કે પુતિને દુનિયાના સૌથી શક્તિશાળી બોમ્બ ને પણ તૈયાર રાખવાના આદેશ આપ્યો છે. એવી આશંકા છે કે રશિયા તેનો ઉપયોગ યૂક્રેન સામે કરી શકે છે. આ બોમ્બ અત્યંત શક્તિશાળી છે, જે મોટા પાયે તબાહી મચાવી શકે છે. ફાધર ઓફ ઓલ બોમ્બ નાના પરમાણુ બોમ્બની જેમ જ તબાહી મચાવે શકે છે.
રશિયાનો જોરદાર હુમલો. યુક્રેનનું આ અણુમશક કબજામાં લીધું. વિશ્વ સ્તબ્ધ. જાણો વિગતે.
આ બોમ્બને 2007માં રશિયન સૈન્ય દ્વારા વિકસિત કરવામાં આવ્યો છે. તેનું કુલ વજન 7100 કિલો છે. તે અત્યંત ઘાતક અને વિનાશક વિસ્ફોટકો લઈ જવામાં સક્ષમ છે. જ્યારે તેને છોડવામાં આવે છે, ત્યારે તે 44 ટન ટીએનટી ઊર્જા મુક્ત કરે છે અને એક પળમાં ખૂબ મોટા વિસ્તારને નષ્ટ કરી દે છે. ફાધર ઓફ ઓલ બોમ્બ્સ દુશ્મન પર હુમલો કરતા પહેલા વધુ શક્તિશાળી વિસ્ફોટ માટે હવામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ બોમ્બનું નામ સાંભળતાની સાથે જ યુરોપીય અને અમેરિકી સૈનિકોના પરસેવા છૂટી જાય છે.