News Continuous Bureau | Mumbai
Russia Ukraine War: ઇટલી અને જર્મનીના નેતાઓએ વ્લાદિમીર પુતિનના ( Vladimir Putin) યુક્રેન યુદ્ધને રોકવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. પુતિને યુદ્ધવિરામ ( cease fire ) માટે શરતો નક્કી કરી હતી. જો કે, વ્લાદમીન પૂતિનની તમામ શરતો ઈટલી અને જર્મનીએ ફગાવી દીધી હતી.
રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા અંગે ચર્ચા કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડમાં ( Switzerland ) યોજાયેલી સમિટમાં ઘણા દેશો પહોંચ્યા હતા. આ સમય દરમિયાન, ઇટલી અને જર્મનીના નેતાઓએ યુદ્ધને રોકવા ( Ukraine cease fire ) માટે રશિયન પ્રમુખ પુતિનની શરતોને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.
Russia Ukraine War: ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિ પુતિનની યુદ્ધને રોકવાની યોજનાને પ્રચાર ગણાવ્યો હતો..
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ રાષ્ટ્રપતિ પુતિનની યુદ્ધને રોકવાની યોજનાને પ્રચાર ગણાવ્યો હતો. તેમણે નિવેદન આપતા વધુમાં કહ્યું હતું કે, આમાં યુક્રેનને ( Ukraine ) જ યુક્રેનની બહાર જવા માટે કહેવામાં આવ્યું છે. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પુતિનની આ શાંતિ યોજનાને સરમુખત્યાર શાંતિ સમજોતા કહીને ફગાવી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : T20 WC 2024 : ઓસ્ટ્રેલિયાની જીતે સ્કોટલેન્ડનું વર્લ્ડ કપનું સપનું તોડી નાખ્યું અને ઈંગ્લેન્ડ માટે સુપર-8ના દરવાજા ખોલી નાખ્યા… જાણો શું છે આ સમીકરણ..
રશિયા -યુક્રેન યુદ્ધમાં શાંતિ સમજોતા પર બે દિવસીય સમિટ પહેલા પુતિને યુદ્ધવિરામ માટે પોતાની શરતો યુક્રેનને જણાવી હતી. શુક્રવારે પુતિને કહ્યું હતું કે શાંતિ મંત્રણા માટે યુક્રેનને ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝ્યામાંથી પોતાના સૈનિકોને પાછા હટાવવા પડશે અને યુક્રેનને નાટોમાં ( NATO ) સામેલ થવાનું સપનું છોડવું પડશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના ( Volodymyr Zelenskyy ) આર્મી ચીફ એન્ડ્રી યર્માકે બીબીસીને નિવેદન આપતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતા, સાર્વભૌમત્વ અથવા પ્રાદેશિક અખંડિતતા પર કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં 90 થી વધુ દેશો અને વૈશ્વિક સંસ્થાઓ ભાગ લઈ રહી છે. જંગી આક્રમણ પછી યુક્રેન માટે આ સૌથી મોટી ઉજવણી છે.