Site icon

Russia Ukraine War: દક્ષિણ યુક્રેનમાં રશિયાનો સૌથી મોટો મિસાઈલ હુમલો; ઓડેસામાં 16 લોકોના મૃત્યુનો દાવો, 50થી વધુ ઘાયલ

Russia Ukraine War: યુક્રેને આ ભયાનક હુમલાને મોસ્કો દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. પ્રાદેશિક ગવર્નર ઓલેહ કિપરે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર માહિતી શેર કરતા કહ્યું હતું કે, રશિયનો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં સ્થાનિક રહેવાસીઓ સિવાય 1 ડૉક્ટર અને રાહતકર્મીઓનું પણ મોત થયું છે.

Russia Ukraine War Russia's Largest Missile Attack in Southern Ukraine; 16 people claimed dead, more than 50 injured in Odessa

Russia Ukraine War Russia's Largest Missile Attack in Southern Ukraine; 16 people claimed dead, more than 50 injured in Odessa

News Continuous Bureau | Mumbai

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થઈ રહ્યું નથી. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે રશિયન હુમલામાં યુક્રેનના 16 નાગરિકોના મોત થયા છે. શુક્રવારે યુક્રેન દ્વારા જ સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી હતી. ત્યાંના અધિકારીઓનું નિવેદનમાં કહેવું છે કે રશિયાએ ઓડેસા ( odessa ) શહેર પર મિસાઈલથી હુમલો કર્યો છે. જેમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

Join Our WhatsApp Community

યુક્રેને આ ભયાનક હુમલાને ( Missile attack ) મોસ્કો દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. પ્રાદેશિક ગવર્નર ઓલેહ કિપરે ટેલિગ્રામ મેસેજિંગ એપ પર માહિતી શેર કરતા કહ્યું હતું કે, રશિયનો દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં સ્થાનિક રહેવાસીઓ સિવાય 1 ડૉક્ટર અને રાહતકર્મીઓનું પણ મોત થયું છે. આ સિવાય શહેરમાં લગભગ 10 મકાનો અને કેટલીક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે.

 બે મિસાઈલો છોડવામાં આવી..

યુક્રેનિયન અધિકારીઓને ટાંકીને રોઇટર્સે અહેવાલ આપ્યો છે કે શુક્રવારે (15 માર્ચ 2024) રશિયા દ્વારા રહેણાંક ઇમારતોને ( residential buildings ) નિશાન બનાવવામાં આવી છે. હુમલાની માહિતી મળતાં જ રાહતકર્મીઓ અને ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં કોનું પલડુ ભારે.. જાણો શું કહે છે ઓપિનિયન પોલ..

સ્થળ પર પહોંચેલી ટીમ કાટમાળમાંથી લોકોને બચાવવામાં અને તેમની સારવારમાં વ્યસ્ત હતી. જ્યારે રશિયાએ ( Russia ) સ્થળ પર બીજી મિસાઈલ છોડી હતી. જે બાદ તબીબો તેમજ રેસ્ક્યુ ટીમના લોકો પણ આ હુમલાની ઝપેટમાં આવી ગયા હતા.

નોંધનીય છે કે, આ હુમલો એવા સમયે થયો છે. જ્યારે રશિયામાં ત્રણ દિવસ લાંબી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. જેમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ( Vladimir Putin ) વધુ છ વર્ષનો કાર્યકાળ મળવાનું લગભગ નિશ્ચિત છે. જો કે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશી ગયું છે.

Turkey: નેપાળ બાદ હવે તુર્કી એ પણ સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
India-European Union: ભારત-યુરોપિયન યુનિયન વેપાર સમજૂતી નિર્ણાયક વળાંક પર, આજથી પાંચ દિવસ ભારતમાં રહેશે આટલા રાજદૂત
India-US Relations: અમેરિકા સાથે વધતા તણાવ ની વચ્ચે ટ્રમ્પના ‘સૌથી સારા મિત્ર’ વાળી પોસ્ટ પર પીએમ મોદી એ આપ્યો આવો જવાબ
Exit mobile version