Site icon

યુક્રેનનો ચોંકાવનારો દાવો-રશિયાએ બેન કરવામાં આવેલ ‘વેક્યુમ બૉમ્બ’થી કર્યો હુમલો,માનવામાં આવે છે તમામ બોમ્બનો ‘બાપ’; જાણો કેટલો ખતરનાક છે આ બોમ્બ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 01, માર્ચ 2022,          

Join Our WhatsApp Community

મંગળવાર, 

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. આ સંઘર્ષને રોકવાના તમામ આંતરરાષ્ટ્રીય પ્રયાસો અને પ્રથમ રાઉન્ડની બેઠક છતાં, લડાઈ લાંબી ચાલી રહી છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. 

એક ખાનગી મીડિયા હાઉસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, યુક્રેનના અમેરિકામાં રાજદૂત ઓકસાના માર્કારોવાએ દાવો કર્યો છે કે, રશિયાનાં આ વિધ્વંસકારી બોમ્બનો ઉપયોગ કર્યો છે. તેમણે કહ્યું છે કે યુદ્ધના પાંચમા દિવસે રશિયાએ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જે જિનીવા કન્વેન્શન હેઠળ પ્રતિબંધિત છે.  અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિએ હાલમાં જ દેશની ન્યૂક્લિયર ફોર્સને તૈયાર કરવા માટે કહ્યું હતું.  

ચોમાસા પહેલા મુંબઈના નાળા થશે ચકાચક, નાળા સફાઈ પાછળ આટલા કરોડ રૂપિયાનો કરાશે ખર્ચ… જાણો વિગત

સૈન્ય કાર્યવાહી શરૂ કરનારા રશિયા પાસે બધા બોમ્બનો બાપ છે. 'ફાધર ઓફ ઓલ બોમ્બ' દુનિયાનો સૌથી શક્તિશાળી બિન પરમાણુ બોમ્બ છે. વેક્યૂમ બોમ્બને ઓફિશિયલી થર્મોબેરિક હથિયાર પણ કહેવામાં આવે છે. આ દુનિયાનાં સૌથી ખતરનાક હથિયારમાંથી એક છે. તેની અંદર એક્સપ્લોસિઝ ફ્યુઅલ અને કેમિકલ ભરેલો હોય છે. જે વિસ્ફોટ થવા પર સુપરસોનિક તરંગો પેદા કરે છે. એક વખત તે ફાટે છે તો વિસ્ફોટ થવાં પર તેનાં રસ્તામાં જે પણ આવે તે તમામને નષ્ટ કરી નાંખે છે.

આ વેક્યૂમ બોમ્બ 300 મીટરના દાયરામાં નુકસાન પહોંચાડી શકે છે. આ બૉમ્બને એક જેટથી પાડવામાં આવે છે અને તેનાથી હવાની મધ્યમાં વિસ્ફોટ થાય છે. તે હવાથી ઓક્સીજનને બહાર ખેંચે છે અને  અને મોટો વિસ્ફોટ કરે છે. આવા વિસ્ફોટોને કારણે, અલ્ટ્રાસોનિક શોકવેવ્સ તેમાંથી બહાર આવે છે અને વધુ વિનાશ લાવે છે. તેથી તે અન્ય શસ્ત્રો કરતાં વધુ શક્તિશાળી માનવામાં આવે છે. 

રશિયાએ પણ આ બોમ્બ એટલા માટે જ તૈયાર કર્યો હતો કે તે દુનિયાને જણાવી શકે કે તે કેટલો શક્તિશાળી છે અને ગમે ત્યારે કોઈપણ દેશ રશિયા પર હુમલો કરતા પહેલા અનેક વખત વિચારે.

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version