News Continuous Bureau | Mumbai
Russia: રશિયા હાલ કેન્સર ( Cancer ) જેવી અસાધ્ય બીમારીની રસી બનાવવા પર કામ કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ( Vladimir Putin ) એક નિવેદનમાં કહ્યું હતું કે, રશિયાના વૈજ્ઞાનિકો કેન્સરની રસી ( Cancer vaccine ) બનાાવવા પર કામ કરી રહ્યા છે અને તે અંતિમ તબક્કામાં છે. તેમના એક સંબોધનમાં, રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, “અમે કહેવાતી કેન્સરની રસી અને નવી પેઢીની ઇમ્યુનોમોડ્યુલેટરી દવાઓની રચનાની ખૂબ નજીક છીએ.”
મોસ્કો ફોરમમાં પોતાના સંબોધનમાં વ્લાદિમીર પુતિને કહ્યું હતું કે, “હું આશા રાખું છું કે ટૂંક સમયમાં જ તેઓ (રસીઓ)નો ઉપયોગ લોકોની સારવાર માટે અસરકારક રીતે કરવામાં આવશે.” પુતિને સ્પષ્ટ કર્યું નથી કે સૂચિત રસી કયા પ્રકારનાં કેન્સરની સારવાર કરશે. જો કે આ રસીનો ઉપયોગ ઘણા દેશોમાં કરવામાં આવશે.
ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના ( Moderna ) અને મર્ક એન્ડ કંપની ( Merck & Co) પણ કેન્સરની રસી બનાવી રહી છે…
ઉલ્લેખનીય છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક એન્ડ કંપની પણ કેન્સરની રસી બનાવી રહી છે, જેનો ઉપયોગ કેન્સરના મધ્યમ તબક્કામાં થઈ શકે છે. ઉદાહરણ તરીકે, સંશોધન દરમિયાન એવું જાણવા મળ્યું કે ત્રણ વર્ષની સારવાર પછી, સૌથી ઘાતક ચામડીનું કેન્સર ( Skin cancer ) , મેલાનોમા ( Melanoma ) અથવા તેના કારણે મૃત્યુના પુનરાવર્તનની શક્યતા અડધી થઈ ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : US Firing: અમેરિકામાં ફરી અંધાધૂંધ ગોળીબાર, 1નું મોત, 9 બાળકો સહિત આટલા લોકો ઘાયલ.. જુઓ વિડીયો..
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO ) મુજબ, હ્યુમન પેપિલોમાવાયરસ (એચપીવી) સામે હાલમાં છ લાઇસન્સ પ્રાપ્ત રસીઓ છે. જે સર્વાઇકલ કેન્સર સહિતના ઘણા કેન્સરનું અટકાવવામાં મદદ કરે છે, તેમજ લીવરના કેન્સર જેવા રોગોને અટકાવવા માટે હેપેટાઇટિસ બી (એચબીવી) સામેની રસીઓ છે. નોંધનીય છે કે, કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, રશિયાએ કોવિડ -19 માટે તેની પોતાની સ્પુટનિક વી રસી પણ બનાવી અને તેને ઘણા દેશોમાં વેચી છે.