Russian Airport: રશિયામાં થયો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, પેસ્કોવ એરપોર્ટ બંધ.. જાણો સંપૂર્ણ વિગતો અહીં

Russian Airport: Massive fire at Russian airport, planes damaged in biggest drone attack in Pskov

News Continuous Bureau | Mumbai 

 Russian Airport:  રશિયન (Russian) અધિકારીઓએ યુક્રેન (Ukraine) પર બુધવારે વહેલી સવારે છ રશિયન પ્રદેશોને ડ્રોન વડે નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો, જે 18 મહિના પહેલા મોસ્કો (Moscow) એ યુક્રેનમાં સૈનિકો મોકલ્યા ત્યારથી રશિયન ધરતી પરનો સૌથી મોટો ડ્રોન હુમલો હોવાનું જણાય છે. 

ગવર્નર અને સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, પશ્ચિમી પ્સકોવ પ્રદેશ (Pskov Territory) માં ડ્રોન એક એરપોર્ટ પર અથડાયા અને ત્યાં ભારે આગ શરૂ થઈ હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયન રાજધાનીની આસપાસના ઓરિઓલ, બ્રાયન્સ્ક, રિયાઝાન, કાલુગા અને મોસ્કો પ્રદેશ પર વધુ ડ્રોનને ઠાર કરવામાં આવ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું કે 10થી 20 ડ્રોને રશિયા પર હુમલો કર્યો, જેનો સેનાએ જોરદાર મુકાબલો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલા દરમિયાન ચાર IL-76 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (Air Craft) ને નુકસાન થયું હતું. તમને જણાવી દઈએ કે, આ એરક્રાફ્ટ લાંબા સમયથી રશિયન આર્મી માટે કામ કરી રહ્યા હતા.

 ચાર પરિવહન વિમાનોને નુકસાન થયું હતું 

ઇમરજન્સી સેવાઓને ટાંકીને સરકારી સમાચાર એજન્સી તાસે કહ્યું કે આ ડ્રોન હુમલામાં ચાર ઇલ્યુશિન IL-76 હેવી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને નુકસાન થયું છે. એર ટ્રાફિક સેવાઓ અંગે, TASSએ કહ્યું કે આ હુમલા બાદ સત્તાવાળાઓએ મોસ્કોના વનુકોવો એરપોર્ટની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ પહેલીવાર નથી જ્યારે યુક્રેન દ્વારા આ શહેર પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોય. આ વર્ષની શરૂઆતમાં, મેના અંતમાં પણ, યુક્રેને પ્સકોવ પ્રદેશ પર ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેન સતત રશિયાના વિવિધ વિસ્તારોને ડ્રોન વડે નિશાન બનાવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  China Map: ચાલાક ચીનની અવળચંડાઈ, નવા નકશામાં અરુણાચલ પ્રદેશ અને અક્સાઈ ચીનને ગણાવ્યો પોતાનો પ્રદેશ

રશિયાએ યુક્રેનની સૈન્ય બોટોને નષ્ટ કરવાનો દાવો કર્યો છે 

બીજી તરફ રશિયાએ યુક્રેનની ચાર સૈન્ય બોટને નષ્ટ કરવાનો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે તેની સેનાએ કાળા સમુદ્રમાં લગભગ 50 સૈનિકોને લઈને જતી ચાર સૈન્ય બોટને નષ્ટ કરી દીધી છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે ટેલિગ્રામ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોસ્કોમાં મધ્યરાત્રિના 9 વાગ્યાની આસપાસ એક વિમાને કાળા સમુદ્રમાં જઈ રહેલી 5 યુક્રેનિયન બોટને તોડી પાડી હતી. જેમાં 50 જેટલા લોકો સવાર હતા.