Russian General Killed : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાને મોટો ઝટકો, પુતિનના નજીકના ન્યુક્લિયર ચીફની બોમ્બ બ્લાસ્ટમાં હત્યા; જુઓ વીડિયો

Russian General Killed : રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોસ્કોમાં વિસ્ફોટમાં મોત થયું છે. તેઓ રાષ્ટ્રપતિ પુતિનની ખૂબ નજીક માનવામાં આવતા હતા. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. યુક્રેનની સુરક્ષા સેવાએ દાવો કર્યો છે કે તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

Russian General Killed Head of Russia’s nuclear defence forces killed in explosion in Moscow

Russian General Killed Head of Russia’s nuclear defence forces killed in explosion in Moscow

 News Continuous Bureau | Mumbai

Russian General Killed : રશિયાની રાજધાની મોસ્કો રવિવારે એક પ્રચંડ બોમ્બ બ્લાસ્ટથી હચમચી ઉઠ્યું હતું. આ વિસ્ફોટમાં રશિયન સેનાના એક ઉચ્ચ રેન્કિંગ જનરલ અને તેમના સહાયક  ઇગોર કિરિલોવનું મોત થયું હોવાના અહેવાલ છે. ઉચ્ચ કક્ષાના અધિકારીના મૃત્યુને રશિયા માટે મોટી ખોટ તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે તે તેમના ખૂબ નજીકના અને વિશ્વાસપાત્ર ટોચના જનરલ હતા.

Join Our WhatsApp Community

 

Russian General Killed : સ્કૂટરમાં વિસ્ફોટ થયો

રિપોર્ટ અનુસાર, ઇગોર કિરિલોવ તેના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે નજીકમાં પાર્ક કરેલા સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઇગોર કિરિલોવની સાથે તેના સહાયકનું પણ મોત થયું હતું. જણાવી દઈએ કે આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

Russian General Killed :  બિલ્ડિંગને નુકસાન થયું 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે ઈમારતનો કાટમાળ  છે અને કાટમાળની વચ્ચે બે લોહીથી લથપથ મૃતદેહ પડેલા છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બિલ્ડિંગને સંપૂર્ણ નુકસાન થયું છે. મોસ્કો પોલીસ અને તપાસકર્તાઓએ આ ઘટનાને આયોજનબદ્ધ હત્યા ગણાવી છે.  રશિયન તપાસ સમિતિએ આ ઘટના અંગે હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ ઝડપી ગતિએ ચાલી રહી છે. પોલીસે કેમેરાના ફૂટેજ કબજે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચાર પણ વાંચો : Middle East tension : સીરિયા બાદ હવે આ ઈસ્લામિક દેશ ખતરામાં છે, રાજાના પણ થઈ શકે છે અસદ જેવા હાલ, ખાસ મિત્રની હાલત જોઈને ઈઝરાયેલનું વધ્યું ટેન્શન…

Russian General Killed :  એપ્રિલ 2017માં ન્યુક્લિયર ફોર્સના ચીફ બનાવવામાં આવ્યા

ઈગોરને એપ્રિલ 2017માં ન્યુક્લિયર ફોર્સના ચીફ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ દેશના રેડિયેશન, કેમિકલ અને જૈવિક હથિયાર વિભાગના વડા પણ રહી ચૂક્યા છે. આ વર્ષે ઓક્ટોબરમાં બ્રિટને ઇગોર પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના પર યુક્રેનમાં રાસાયણિક હથિયારોના ઉપયોગ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Donald Trump: અમેરિકાના વિઝા મેળવવા હવે લોઢાના ચણા ચાવવા જેવું! ટ્રમ્પે 5 દેશો પર લગાવ્યો ટ્રાવેલ બેન, અન્ય દેશો પર કડક પ્રતિબંધો.
Donald Trump: વેનેઝુએલા પર ટ્રમ્પની સર્જિકલ સ્ટ્રાઈક: તેલ ટેન્કરોની અવરજવર પર નાકાબંધી, શું દુનિયામાં તેલના ભાવ વધશે?
Russia-Ukraine war: અમેરિકી રાજકારણમાં હલચલ ટ્રમ્પના દાવાથી રશિયા-યુક્રેન યુદ્ધના અંતની અટકળો તેજ
Pakistan: પાકિસ્તાન મુશ્કેલીમાં UNમાં ભારત-અમેરિકાએ ગઠબંધન કર્યું, ‘આતંકીસ્તાન’ વિરુદ્ધ કયા આતંકવાદીઓ પર પ્રતિબંધોની માંગ કરી?
Exit mobile version