News Continuous Bureau | Mumbai
રશિયામાં(Russia) પુતિનના(Putin) નજીકના લોકોની અલગ-અલગ અકસ્માતોમાં મોતનો(Deaths in Accidents) સિલસિલો યથાવત છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રશિયાના લુકોઈલ ઓઈલ કંપનીના(Lukoil Oil Company) ચેરમેન રવીલ મગનોવનું (Ravil Maganov) મોસ્કોમાં(Moscow) એક હોસ્પિટલની બારીમાંથી પડી જતા મોત થઈ ગયું છે.
કંપનીએ તેમના મૃત્યુની પુષ્ટી કરી, પરંતુ માત્ર એટલું જ કહ્યું કે, 67 વર્ષના મગનોવનું ગંભીર બીમારી બાદ નિધન થયું છે.
રવીલ મગનોવ રશિયન રાષ્ટ્રપ્રમુખની(Russian President) ઘણી નજીક હોવાનું મનાતું હતું. તેમના મોતે પુતિનના નજીક લોકોમાં ભય ફેલાવી દીધો છે.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ મોતોનો રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સંબંધ હોઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો