ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22, સપ્ટેમ્બર 2021
બુધવાર.
રશિયામાં વ્લાદિમીર પુતિન નું સમર્થન કરતા શાસક પક્ષ યુનાઇટેડ રશિયા પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં ફરીથી બહુમતી મેળવી છે.
ચૂંટણી પંચના જણાવ્યા મુજબ લગભગ 50 ટકા મત યુનાઇટેડ રશિયા પાર્ટીને મળ્યા છે. જ્યારે 20 ટકા મત વિપક્ષી સામ્યવાદી પક્ષને મળ્યા છે.
જોકે પાછલી ચૂંટણીની સરખામણીએ તેમના સમર્થનમાં થોડો ઘટાડો થયો છે.
2016માં તેની મતદાનની ટકાવારી 54 ટકા હતી, આ વખતે 50 ટકા થઈ છે.
ચૂંટણીમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના આરોપ થયા, પરંતુ રશિયાના ચૂંટણી પંચે આ આરોપોને ફગાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પરિણામની સીધી અસર રશિયાની ભવિષ્યની રાજનીતિ પર પડશે. સંસદમાં ફરી એક વખત પુતિન સમર્થકોની બહુમતી થઈ ગઈ છે. તેના લીધે 1999થી દેશના સત્તા પર બેઠેલા પુતિનને 2024 સુધી રાષ્ટ્રપતિ રહેવાની તક મળી જશે.
વાહ! વીજ ગ્રાહકોને સમયસર વીજળીના બિલ ભરવા પ્રોત્સાહન આપવા બેસ્ટે અજમાવી આ યોજના; જાણો વિગત
