ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબની ગઠબંધન ધરાવતી સેનાએ યુએઈની રાજધાની અબુધાબી એરપોર્ટ પર થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાનો બદલો લીધો છે.
ગત સોમવારે અબુધાબી એરપોર્ટ પર ઈરાન સમર્થક હૂતી વિદ્રોહીઓએ ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેમાં એરપોર્ટ પર આગ લાગી હતી અને ત્રણ ફ્યુલ ટેન્ક નષ્ટ થયા હતા. આ હુમલાઓમાં બે ભારતીય અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા હતા અને અન્ય છ લોકો ઘાયલ થયા હતા.
બનતા પહેલા જ બગડ્યું. કોંગ્રેસ વિરોધી નિવેદનને લીધે ગોવામાં કોંગ્રેસ આ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે.
પોલીસે એરપોર્ટની ઘટના માટે ડ્રોન હુમલાને જવાબદાર ઠેરવ્યો હતો. યુએઈએ આ હુમલાને આંતકી હુમલો ગણાવ્યો હતો અને કહ્યુ હતુ કે, દોષીઓને છોડવામાં નહીં આવે. આ પછી ગઈકાલે રાતે યુએઈ અને સાઉદી અરબે કરેલા હવાઈ હુમલામાં હૂતી બળવાખોરોનો ટોચનો કમાન્ડર માર્યો ગયો છે.
ઉલ્લેખનીય છે કે હૂતી વિદ્રોહીઓનો યમન દેશના મોટા હિસ્સા પર કબ્જો છે. જયારે સાઉદી અરબ અને યુએઈ આ વિદ્રોહીઓ પાસેથી દેશનો કબ્જો છોડાવીને માન્યતાપ્રાપ્ત સરકારને પાછો અપાવવા માટે તેમની સામે લડી રહ્યા છે. આ લડાઈમાં છાશવારે સાઉદી અરબ અને યુએઈ પર હુતી વિદ્રોહીઓ હુમલા કરતા હોય છે.