ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ, 20 એપ્રિલ 2021.
મંગળવાર.
વિશ્વમાં શૈક્ષણિક ક્ષેત્રે રોજ નવા નવા સુધારા અને વધારા થઈ રહ્યા છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ મહંમદ બિન સલમાનની વિઝન 2030 માં શિક્ષણ ક્ષેત્ર માટે નવી દ્રષ્ટિના ભાગરૂપે અન્ય દેશ નો ઇતિહાસ અને સંસ્કૃતિ ના અભ્યાસ નો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અહેવાલ પ્રમાણે, વિદ્યાર્થીઓને રામાયણ અને મહાભારત શીખવવામાં આવશે. જ્યારે વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના નોંધપાત્ર અભ્યાસ યોગ અને આયુર્વેદ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દરમિયાન 2030માં અંગ્રેજી ભાષાને ફરજિયાત બનાવવામાં આવી છે. સાઉદીના એક ટ્વિટર યુઝર્સે પોતાના ટ્વિટ દ્વારા માહિતી આપતા જણાવ્યું કે,'સાઉદી અરેબિયાની ન્યુ વિઝન 2030 અને નવો અભ્યાસક્રમ ભવિષ્યના નિર્માણ માટે મદદ કરશે. મારા પુત્રની સોશિયલ સાયન્સ ની પુસ્તકમાં હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ,રામાયણ અને મહાભારત સમયના વિચારો અને ઇતિહાસ સામેલ છે. અને મને એ વિષયનો અભ્યાસ કરવાવામાં ખૂબ ખુશી મળી.'
લોકોને ધક્કો માથે પડ્યો: બાંદરા કુર્લા કોમ્પલેક્સ માં વેક્સિનેશન ફરી બંધ. પણ કેમ? જાણો અહીં..
ઉલ્લેખનીય છે કે, જ્યાં અમુક હિન્દુઓ પોતાના હિન્દુત્વનો પાઠ ભૂલી ગયા છે, ત્યાંજ ઈસ્લામિક દેશમાં રામાયણ અને મહાભારતના પાઠ ભણાવવામાં આવશે.