ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
29 ઓક્ટોબર 2020
સાઉદી અરેબિયા દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા વૈશ્વિક નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવામાં આવ્યું છે. જે અંગે ભારત તરફથી સત્તાવાર વાંધો ઉઠાવ્યો છે અને તેને સુધારવા કહેવામાં આવ્યું છે. સાઉદી અરેબીયાએ તાજેતરમાં જ 20 રિયાલની નવી નોટ બહાર પાડવામાં આવી છે. જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને એક અલગ ક્ષેત્ર બતાવવામાં આવ્યો છે.
સાઉદીએ તાજેતરમાં જ પ્રસંગે સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળ જી -20 બેઠક જારી કરી છે. જેમાં કિંગ સલમાનની તસવીર, જી 20 સાઉદી સમિટનો લોગો અને જી 20 દેશોનો નકશો બતાવવામાં આવ્યો છે. આ નકશામાં, જમ્મુ-કાશ્મીર, જેમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરનો પણ સમાવેશ થાય છે, તેનો એક અલગ ભાગ બતાવવામાં આવ્યો છે. એટલે કે તેને ભારત કે પાકિસ્તાન બંનેના ભાગરૂપે બતાવવામાં આવ્યું નથી. પરંતુ એક અલગ દેશ તરીકે દર્શાવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ભારત જી -20 દેશોનો એક ભાગ છે. આ સમિટ આગામી 21-22 નવેમ્બરના રોજ યોજાવાની છે, તેવા સંજોગોમાં સાઉદી અરેબિયાની નોટ પર છપાયેલા નકશાને બદલવાનું દબાણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સાઉદી પણ ભારત સાથેના તેના સંબંધોને બગાડવાનું ઇચ્છશે નહીં.