Site icon News Continuous Bureau | Mumbai

આ તે સાઉદી અરેબિયાની ભૂલ કે પછી ગુસ્તાખી !! નકશામાં જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ દર્શાવ્યું.. જાણો આખો મામલો શું છે..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
29 ઓક્ટોબર 2020

સાઉદી અરેબિયા દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા વૈશ્વિક નકશામાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને ભારતથી અલગ બતાવવામાં આવ્યું છે. જે અંગે  ભારત તરફથી સત્તાવાર વાંધો ઉઠાવ્યો છે અને તેને સુધારવા કહેવામાં આવ્યું છે. સાઉદી અરેબીયાએ તાજેતરમાં જ 20 રિયાલની નવી નોટ  બહાર પાડવામાં આવી છે. જેમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને એક અલગ ક્ષેત્ર બતાવવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

સાઉદીએ તાજેતરમાં જ પ્રસંગે સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળ જી -20 બેઠક જારી કરી છે. જેમાં કિંગ સલમાનની તસવીર, જી 20 સાઉદી સમિટનો લોગો અને જી 20 દેશોનો નકશો બતાવવામાં આવ્યો છે. આ નકશામાં, જમ્મુ-કાશ્મીર, જેમાં પાકિસ્તાન હસ્તકના કાશ્મીરનો પણ સમાવેશ થાય છે, તેનો એક અલગ ભાગ બતાવવામાં આવ્યો છે. એટલે કે તેને ભારત કે પાકિસ્તાન બંનેના ભાગરૂપે બતાવવામાં આવ્યું નથી. પરંતુ એક અલગ દેશ તરીકે દર્શાવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ભારત જી -20 દેશોનો એક ભાગ છે. આ સમિટ આગામી 21-22 નવેમ્બરના રોજ યોજાવાની છે, તેવા સંજોગોમાં સાઉદી અરેબિયાની નોટ પર છપાયેલા નકશાને બદલવાનું દબાણ કરવામાં આવશે. આવી સ્થિતિમાં સાઉદી પણ ભારત સાથેના તેના સંબંધોને બગાડવાનું ઇચ્છશે નહીં.

India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
India US BTA Trade Terms વૈશ્વિક વેપારમાં ભારતનું કડક વલણ વિયેતનામચીન કરતા સારા ટેરિફ બેનિફિટ મળશે તો જ આગળ વધશે દ્વિપક્ષીય કરાર
US Donald Trump Dollar Coin Controversy અમેરિકા એ જારી કર્યો ડોનાલ્ડ ટ્રમ્પની તસવીરવાળો 1 ડોલરનો સિક્કો, મચી ગયો ભારે હોબાળો; જાણો કારણ?
India Belgium MoU Deal દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ ભારત અને બેલ્જિયમ વચ્ચે મોટી ડીલ પર હસ્તાક્ષર, પીએમ મોદીનું મોટું નિવેદન
Exit mobile version