ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
28 ઓક્ટોબર 2020
સાઉદી અરેબિયા વિદેશી કામગાર સ્પૉન્સરશિપ સિસ્ટમને ખતમ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. એક સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ આર્થિક અખબાર 'મઆલ'માં મંગળવારે છપાયેલા એક રિપોર્ટના આધારે આ ખબર આપી છે.
વિદેશી કામગાર સ્પૉન્સરશિપ સિસ્ટમને સાઉદી અરેબિયામાં 'કફાલા' કહેવામાં આવે છે. મઆલ' અખબાર અનુસાર 'કફાલા' સિસ્ટમ સાઉદીમાં છેલ્લા સાત દાયકાથી અલમમાં છે. આ વ્યવસ્થા હેઠળ કામદાર એક જ ઍમ્પલૉયર સાથે કામ કરી શકે છે. કામદારના શોષણનો આરોપ લાગતો હોવાથી કફાલા સિસ્ટમની છેલ્લા કેટલાય સમયથી ટીકાઓ થઈ રહી હતી.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા આ વર્ષે વિશ્વના સૌથી મોટાં 20 અર્થતંત્રોના સંગઠન જી-20ની યજમાની કરવા જઈ રહ્યું છે. આના થકી તે દેશના ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માગે છે. હવે ઉદારીકરણ નું મહત્વ આરબ દેશોને સમજાઈ રહયું છે. સાઉદી અરેબિયા ઇચ્છે છે કે દેશમાં વધુને વધુ વિદેશી પ્રતિભા આકર્ષિત થાય. આ ઉપરાંત તે ઑઇલ પર દેશના અર્થતંત્રની નિર્ભરતા પણ ઘટાડવા માગે છે….
