Site icon

Saudi visa : ભારતીય ઇમિગ્રન્ટ્સ માટે આ દેશ એ જારી કરી નવી વિઝા સિરીઝ; હવે એરપોર્ટ પર લઈ શકશે વિઝા, જાણો પ્રોસેસ..

Saudi visa : ભારતીયો સરળતાથી સાઉદી વિઝા મેળવી શકશે અને મુસાફરી કરી શકશે. સાઉદી સરકાર સ્ટોપઓવર વિઝા, ઇવિસા સેવા અને આગમન પર વિઝા ઓફર કરે છે. આ વીજે દ્વારા, પ્રવાસીઓ રિયાધ અને જેદ્દાહ જેવા શહેરો તેમજ લાલ સમુદ્ર અને અલ-ઉલા જેવા પ્રાચીન શહેરોની મુલાકાત લઈ શકશે.

Saudi visa Saudi announces multiple visa options for Indians

Saudi visa Saudi announces multiple visa options for Indians

News Continuous Bureau | Mumbai 

Saudi visa : સાઉદી અરેબિયામાં મુસાફરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર છે. અહીંની સરકારે વિઝા નિયમોને લઈને મોટો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાએ ભારતીય પ્રવાસીઓને પ્રવાસી વિઝા વિકલ્પોની નવી શ્રેણી ઓફર કરી છે. આ સાથે ભારતીયો સરળતાથી સાઉદી વિઝા મેળવી શકશે અને મુસાફરી કરી શકશે

Join Our WhatsApp Community

 Saudi visa : પ્રવાસીઓ પ્રાચીન શહેરોની મુલાકાત લઈ શકશે

મીડિયા રિપોર્ટ મુજબ સાઉદી સરકારે સ્ટોપઓવર વિઝા, eVisa સેવા અને વિઝા ઓન અરાઈવલની સુવિધા પૂરી પાડી છે. આ સાથે પ્રવાસીઓ રિયાધ અને જેદ્દાહ જેવા શહેરો તેમજ લાલ સમુદ્ર અને અલ-ઉલા જેવા પ્રાચીન શહેરોની મુલાકાત લઈ શકશે. સાઉદી સરકારની નવી માર્ગદર્શિકા અને નવા વિઝા વિકલ્પો પ્રવાસીઓને સાઉદીની મુલાકાત લેવા આમંત્રણ આપવાનો પ્રયાસ છે. સાઉદી હાલમાં ભારતને એક મોટું ટૂરિસ્ટ માર્કેટ માની રહ્યું છે. સાઉદી અરેબિયાએ 2024ના અંત સુધીમાં મુલાકાતીઓની સંખ્યા બમણી કરીને 22 લાખ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ તેના વિઝન 2030 હેઠળ છે, જેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં 75 લાખ ભારતીય પ્રવાસીઓને સાઉદીમાં આમંત્રિત કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો : આ મુસ્લિમ દેશોએ ભારતની ચિંતા વધારી, માથે તોળાઈ રહ્યો છે પરમાણુ ખતરો ! …જાણો શું છે નિષ્ણાતોના અભિપ્રાય….

Saudi visa : ભારતીય પ્રવાસીઓ આ પ્રકારની સુવિધાનો લાભ લઈ શકશે

માર્ગદર્શિકા અનુસાર, ભારતીય પ્રવાસીઓ સાઉદી સ્ટોપઓવર વિઝા માટે અરજી કરી શકે છે, જે 96 કલાક સુધી માન્ય છે અને વહીવટ અને વીમા સેવાઓ માટે નજીવી ફીમાં સાઉદી એરલાઇન્સની વેબસાઇટ પરથી 90 દિવસ અગાઉ મેળવી શકાય છે. માન્ય પ્રવાસી અથવા વ્યવસાય વિઝા ધરાવતા ભારતીયો સ્ટેમ્પ પ્રૂફ સાથે eVisa મેળવી શકે છે. eVisa સાઉદી અરેબિયાના સત્તાવાર પોર્ટલ પરથી મેળવી શકાય છે.

Saudi visa : આ  પ્રવાસીઓ સાઉદી એરપોર્ટ પર વિઝા મેળવી શકે છે.

સાઉદી અરેબિયા વિઝા ઓન અરાઈવલનો વિકલ્પ પણ ઓફર કરી રહ્યું છે. યુ.એસ., યુકે અથવા શેંગેન દેશોના માન્ય પ્રવાસી અથવા વ્યવસાયિક વિઝા માટેના માપદંડોને પૂર્ણ કરતા પ્રવાસીઓ સાઉદી એરપોર્ટ પર વિઝા મેળવી શકે છે. આ દેશોમાં કાયમી રહેઠાણ ધરાવતા લોકો વિઝા માટે સાઉદી એરપોર્ટ પરના કિઓસ્ક અથવા પાસપોર્ટ ઓફિસમાં રૂબરૂ અરજી કરી શકે છે જેઓ લાયક નથી તેઓ ભારતના કેન્દ્રો દ્વારા વિઝા માટે અરજી કરી શકે છે. પ્રક્રિયામાં દસ્તાવેજની તૈયારી, એપોઇન્ટમેન્ટ બુકીંગ, એપ્લિકેશન સબમિશન, બાયોમેટ્રિક નોંધણી અને પાસપોર્ટનો સમાવેશ થાય છે. આ તમામ વિઝા ઉમરાહ કરવા માટે પણ માન્ય છે.

 

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Donald Trump: સૌને આંચકો… જે નહોતું થવું તે જ થયું, જાણો કોર્ટે ટ્રમ્પને એવી તે શું મંજૂરી આપી કે હવે ભારતીયો માટે વધશે મુશ્કેલી
India-China Relations: અમેરિકાના ટેરિફ વચ્ચે ચીની રાજદૂતે ભારત માટે ખોલી દીધું દિલ! આ રીતે કરશે પડકારોનો સામનો
Nepal: નેપાળ સરકાર સંકટમાં, આટલા મંત્રીઓનું રાજીનામું, કાયદા મંત્રીના ઘરને લગાડાઈ આગ
Exit mobile version