ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
12 સપ્ટેમ્બર 2020
પાકિસ્તાનમાં દાયકાઓથી શિયા-સુન્ની વચ્ચેની નફરત ચાલી આવે છે. જેમાં હજુ વધારો થયો છે. શુક્રવારે પાકિસ્તાનના કરાંચીની શેરીઓમાં શિયા વિરોધી આંદોલનમાં ભારે ભીડ જોવા મળી હતી. આતંકી સંગઠનની ઉશ્કેરણી ને કારણે આ રેલીમાં હજારો લોકોએ ભાગ લીધો હતો, જેને પગલે પાકિસ્તાનમાં કોમી રમખાણો થવાની આશંકા સેવાઈ રહી છે.
પાકિસ્તાન માં શિયાઓના વિરોધની ચર્ચા સોશિયલ મીડિયા પર પહેલેથી જ તીવ્ર બની હતી, લોકોએ પોસ્ટર, ફોટા અને વીડિયો શેર કરવાનું શરૂ કર્યું અને તરત જ તે ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. આ સમય દરમિયાન 'શિયા કાફિર હૈ' ના નારા લગાવવામાં આવી રહ્યા હતા અને આતંકી સંગઠન સિપહ-એ-સહા પાકિસ્તાનના બેનરો લહેરાવવામાં આવ્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે આ સંસ્થા શિયાની હત્યા માટે નામચીન છે.
આવી સ્થિતિમાં શુક્રવારે જુમ્મા નિમિત્તે રસ્તા પર ઉતરી આવેલી ભીડને જોઈ પાકિસ્તાનમાં, સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટ્સ, ફોટોગ્રાફ્સ અને દેખાવોના વીડિયો, કોમી રમખાણો ઉશ્કેરવાની શક્યતાને મજબુત કરી રહ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગત મહિને મોહરમ પર આશુરા સરઘસના ટેલિકાસ્ટ દરમિયાન, પાકિસ્તાનમાં કેટલાક અગ્રણી શિયા નેતાઓએ ઇસ્લામ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો આપ્યા હતા, એમ કહી કરાચીમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
આ સરઘસમાં જોડાયેલ એક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ઘણા શિયા મુસ્લિમો પર ધાર્મિક લેખ વાંચવા અને આશુરા શોભાયાત્રામાં ભાગ લેવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. વધુમાં કહ્યું કે, શિયા મુસ્લિમો સામે નફરતને ટેકો આપવા માટે 'પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સૌથી વધુ જવાબદાર છે. કેટલીકવાર તેઓ પર ગ્રેનેડ પણ ફેંકી દેવામાં આવે છે. નિંદા એ પાકિસ્તાનનો સંવેદનશીલ મુદ્દો છે અને જો દોષી સાબિત થાય તો લોકોને મોતની સજા ભોગવવી પડે છે.'
