ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો
23 ઑગસ્ટ, 2021
સોમવાર.
અફઘાનિસ્તાનથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા ભારતીયોનો બીજો બેચ આજે દોહામાં સ્થિત ભારતીય દૂતાવાસની મદદથી ભારત પરત પહોંચી ગઈ છે.
આ 146 ભારતીયોના સમૂહને રવિવારે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી પ્લેનમાં બેસાડી દોહાના રસ્તે દિલ્હી લાવવામાં આવ્યા છે.
દૂતાવાસનું કહેવું છે કે અધિકારી આ ભારતીયોને સુરક્ષિત સ્વદેશ પરત લાવવા માટે જરૂરી કોન્સુલર અને લોજિસ્ટિક્સ સપોર્ટ પૂરી પાડી રહ્યા છે.
આ પહેલા 135 ભારતીયોનો પહેલો બેચ કતારના રસ્તે રવિવારે ભારત પહોંચ્યો હતો. તેમને શનિવારે અફઘાનિસ્તાનથી બહાર કાઢવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, રવિવારે ત્રણ અલગ અલગ ફ્લાઇટથી 392 લોકોને ભારત લાવવામાં આવ્યા છે. જેમાં બે અફઘાનિ નેતા પણ સામેલ છે. તેમને અફઘાનિસ્તાનના કાબુલથી બહાર કાઢવામાં આવ્યા છે.
તાલિબાનોએ ગયા રવિવારે કાબુલ પર કબજો કર્યા પછી છેલ્લા એક સપ્તાહમાં લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાના અભિયાનના ભાગરૃપે છેલ્લા એક સપ્તાહમાં 590 લોકો કાબુલથી ભારત પહોંચ્યા છે.
12થી 18 વર્ષનાં બાળકોના વેક્સિનેશનમાં થશે વિલંબ, જાણો કેમ?