લક્ષદ્વિપ પોલીસે ફિલ્મ મેકર આઈશા સુલ્તાના વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો છે.
આઈશા પર એક ટીવી ડિબેટ દરમિયાન લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલને કેન્દ્રનું ‘બાયો વેપન’ ગણાવતી ટિપ્પણી કરવા બાબતે રાજદ્રોહનો આરોપ લગાવાયો છે.
ભાજપના લક્ષદ્વિપ યુનિટના અધ્યક્ષ અબ્દુલ કાદર દ્વારા કરવત્તી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે આઈશા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
કરવત્તી પોલીસ દ્વારા દાખલ FIR મુજબ, ફિલ્મ નિર્માતા આઈશા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 124-એ (રાજદ્રોહ) અને 153-બી (અભદ્ર ભાષા) અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
BJP નેતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો કે, સુલતાનાનું એક રાષ્ટ્ર વિરોધી કૃત્ય હતું. જેનાથી કેન્દ્ર સરકારની દેશભક્તિની છબી ખરડાઈ છે.
આ શું? વેક્સિન લીધા બાદ આ વડીલનું શરીર બની ગયું લોહચુંબક; શરીર પર ચીપકી જાય છે ચુંબકીય ધાતુ