ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 નવેમ્બર, 2021
બુધવાર
તાલિબાન ભલે અફઘાનિસ્તાનમાં કબજો મેળવ્યો હોય પરંતુ ઈસ્લામિક સ્ટેટએ તેના નાકમાં દમ કરી નાખ્યો છે.
આતંકી સંગઠન IS એ તાલિબાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો આપતા તેના ખાસમખાસ કમાન્ડરનો ખાતમો કરી નાખ્યો છે.
આ કમાન્ડર પાકિસ્તાનના ઈશારે નાચતા તાલિબાનના હક્કાની નેટવર્ક સાથે જોડાયેલો હતો.
કાબુલમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં તાલિબાનના એક ટોપ કમાન્ડર હમદુલ્લાહ મુખલિસનું મોત થયું છે.
કાબુલના મુખ્ય સૈનિક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 19 લોકોના મોત થયા હતા અને 50થી વધુ ઘાયલ થયા. આ હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટ-ખુરાસાન (આઈએસ-કે)એ લીધી છે.
ઉલ્લેખનીય છે કે ભારતને હક્કાની નેટવર્કથી ખતરો હોવાનું મનાય છે. તે સખત ભારત વિરોધી નેટવર્ક છે અને પાકિસ્તાનના ચેલા જેમ વર્તે છે. હવે તેની કમર તૂટવાથી આખરે ભારતને પણ અસર તો થશે જ.
અજબ ગજબ:- આ દેશમાં લગ્ન માટે ભાડા પર બોલાવાય છે સંબંધીઓને, જાણો 1 કલાકનું ભાડું કેટલું?