ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ હજારો મહિલાઓ દેશ છોડી ચુકી છે. જેમાં અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓનો સમાવેશ થાય છે.
હવે તાઈક્વાંડો રમત( એક પ્રકારની માર્શલ આર્ટ)ની સાત મહિલા ખેલાડીઓ પણ અફઘાનિસ્તાન છોડીને ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે.
ઓસ્ટ્રેલિયન ટેકવોન્ડો ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ હિથર ગેરીયોકે આ માહિતી આપી છે.
આ ખેલાડીઓની ઓળખ છતી કરવામાં આવી નથી પણ આ મહિલા ખેલાડીઓ અંગે ઓસ્ટ્રેલિયાના તાઈક્વાંડો સંઘના હોદ્દેદાર હીથર ગેરિયોકે કહ્યુ કે, ખેલાડીઓનુ કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં આઈસોલેશન પણ પુરૂ થઈ ગયુ છે.
આ ખેલાડીઓને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા માટે ઓસ્ટ્રેલિયાની સરકારે પણ મદદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં અફઘાનિસ્તાનની કોઈ મહિલા તાઈક્વાંડો ખેલાડીએ ભાગ લીધો ન હતો. તાજેતરમાં અફઘાનિસ્તાનની ફૂટબોલ ટીમની મહિલા ખેલાડીઓ પાકિસ્તાન પહોંચી ગઈ હોવાના અહેવાલો આવ્યા હતા.
ભાજપના આ નેતાએ મહારાષ્ટ્ર સરકારને ફરી કોલ્હાપુર જવાની ચીમકી આપી; જાણો વિગત