News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. સુરક્ષા દળોએ અથડામણમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા લોકોમાં ત્રણ અંડર ટ્રાયલ કેદીઓ પણ છે.
આતંકવાદ વિરોધી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે સુરક્ષા દળો પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના અટકાયત કરાયેલા આતંકવાદીઓને બન્નુ જિલ્લામાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ દરમિયાન TTP આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી દીધો. સુરક્ષા દળો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી, જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અન્ય ભાગી ગયા.
અનેક હુમલામાં સામેલ હતા આતંકીઓ
અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ અનેક હુમલાઓમાં સામેલ હતા. થોડા દિવસો પહેલા બન્નુ કેન્ટોનમેન્ટ પોલીસ પર હુમલામાં કોન્સ્ટેબલની હત્યામાં પણ વોન્ટેડ હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Adani Enterprises Q3 Results: અદાણીની મોટી કંપની ખોટમાંથી આવી નફામાં, ઉત્તમ પરિણામો કર્યા રજૂ, સ્ટોક બની ગયો રોકેટ
TTP એ લીધી હતી મસ્જિદ હુમલાની જવાબદારી
થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલાની જવાબદારી પણ TTPએ સ્વીકારી હતી. આ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. આ આતંકી સંગઠન અલ-કાયદાની નજીક માનવામાં આવે છે.