Site icon

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, સાત TTP આતંકીઓને ઠાર કર્યા

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. સુરક્ષા દળોએ અથડામણમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે

Seven TTP militants killed in Pakistan's Khyber Pakhtunkhwa province

પાકિસ્તાન: ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી, સાત TTP આતંકીઓને ઠાર કર્યા

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી છે. સુરક્ષા દળોએ અથડામણમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલા લોકોમાં ત્રણ અંડર ટ્રાયલ કેદીઓ પણ છે.

Join Our WhatsApp Community

આતંકવાદ વિરોધી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે સુરક્ષા દળો પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના અટકાયત કરાયેલા આતંકવાદીઓને બન્નુ જિલ્લામાં ટ્રાન્સફર કરી રહ્યા હતા. આ દરમિયાન TTP આતંકવાદીઓએ તેમના પર હુમલો કરી દીધો. સુરક્ષા દળો દ્વારા પણ જવાબી કાર્યવાહી કરવામાં આવી, જેમાં સાત આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અન્ય ભાગી ગયા.

અનેક હુમલામાં સામેલ હતા આતંકીઓ

અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ અનેક હુમલાઓમાં સામેલ હતા. થોડા દિવસો પહેલા બન્નુ કેન્ટોનમેન્ટ પોલીસ પર હુમલામાં કોન્સ્ટેબલની હત્યામાં પણ વોન્ટેડ હતા. અધિકારીઓએ જણાવ્યું કે, સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: Adani Enterprises Q3 Results: અદાણીની મોટી કંપની ખોટમાંથી આવી નફામાં, ઉત્તમ પરિણામો કર્યા રજૂ, સ્ટોક બની ગયો રોકેટ

TTP એ લીધી હતી મસ્જિદ હુમલાની જવાબદારી

થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં એક મસ્જિદ પર આત્મઘાતી હુમલાની જવાબદારી પણ TTPએ સ્વીકારી હતી. આ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પોલીસકર્મીઓ હતા. આ આતંકી સંગઠન અલ-કાયદાની નજીક માનવામાં આવે છે.

 

Khawaja Asif: લશ્કરપ્રમુખના ‘ટ્રેલર’ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ: સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફને ડર, “ભારત ફરી હુમલો કરશે”
Donald Trump: યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પની ‘ગુપ્ત યોજના’: રશિયા સાથે ચાલી રહી છે 28-બિંદુઓ પર ખાનગી ચર્ચા
F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Exit mobile version