Site icon

અમેરિકાના આ શહેરમાં થયો ડોલરનો વરસાદ, હાઇવે પર કાર ઉભી રાખી લોકો નોટ લૂંટવા લાગ્યા; જુઓ વિડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

અમેરિકાના કેલિફોર્નિયામાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના કાલર્સબેડ હાઇવે પરથી પસાર થઇ રહેલા એક ટ્રકનો પાછળનો દરવાજો અચાનક ખૂલી જતા તેમાંથી ડોલરનો વરસાદ થવા લાગ્યો હતો. *

વાત જાણે એમ છે કે અમેરિકાના સાન ડિએગો હાઇવે પર નોટો ભરેલી બેગ લઈને પસાર થઈ રહેલી ટ્રકમાંથી અચાનક જ નોટોનો વરસાદ થયો હતો અને ડોલર લૂંટવા માટે હાઈવે પર લોકોએ દોડધામ કરી મુકી હતી.આ વચ્ચે ત્યાં હાજર કેટલાક લોકોએ ડોલર એકઠા કરી વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો હાલ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાર્લ્સબેડના ઇન્ટરસ્ટેટ હાઈવે 5 પરથી ચલણી નોટો લઈને એક ટ્રક પસાર થઈ રહ્યો હતો. આ ટ્રકમાં અનેક થેલીઓમાં નોટો ભરેલી હતી. અચાનક ટ્રકનો પાછળનો દરવાજો ખુલી ગયો હતો અને ભારે પવનના કારણે થેલીઓ ખુલી ગઈ હતી. બેગ ખોલતાની સાથે જ તેમાં ભરેલી નોટો હવામાં ઉડવા લાગી. આ નજારો જોઈને આસપાસના લોકોએ વાહનો રોકીને નોટો લૂંટવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે આખો હાઈવે જામ થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બેગમાં 20 ડોલરની અન્ય નોટો ભરેલી હતી.

કૃષિ કાયદા પર આ રાજ્યના રાજ્યપાલનું મોટું નિવેદન, કહ્યું-  જરૂર પડે કૃષિ કાયદા અંગે ફરી બિલ લાવી શકાય

પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ લોકોને નોટો પરત કરવાની ચેતવણી આપી હતી, પરંતુ નોટોના વરસાદથી લોકો એટલા ખુશ થઈ ગયા હતા કે તેમને ચેતવણીનો ડર નહોતો. આ પછી પોલીસે બંને બાજુથી રસ્તો સીલ કરી દીધો, ત્યારબાદ લગભગ એક ડઝન લોકોએ નોટો પરત કરી. જો કે, ઘણા લોકો પોતપોતાના વાહનોમાં ઘણી બધી નોટો રાખીને નાસી છૂટ્યા હતા.

અમેરિકી તપાસ એજન્સી FBI આ મામલાની તપાસ કરી રહી છે. જો કે ટ્રકમાં કેટલી નોટો હતી અને કેટલી ગુમ થઈ છે તે હજુ જાણવા મળ્યું નથી.  

Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Mali Terrorism: મોટો ખતરો,માલીમાં અલ-કાયદા અને ISISની આડમાં આતંકવાદીઓએ ૫ ભારતીય કામદારોનું અપહરણ કર્યું.
US-Venezuela tensions: અમેરિકા-વેનેઝુએલા તણાવમાં પુતિનનો માસ્ટરસ્ટ્રોક! અમેરિકા હુમલો કરે તે પહેલાં જ આઘાતજનક ચાલ, ટ્રમ્પ જોતા રહી ગયા
Exit mobile version