ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 માર્ચ 2021
ઓસ્ટ્રેલિયા અને રાજનીતિમાં મંગળવારે એક નવો વિવાદ શરૂ થયો છે. ત્યાં ના સંસદ ભવનમાં બળાત્કાર અને યૌન ઉત્પીડન જેવા આરોપો સાંસદો પર લાગ્યા છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના કન્ઝર્વેટિવ સરકારના સ્ટાફનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સરકારી સ્ટાફ સંસદ ભવનમાં અશ્લીલ ચેનચાળા કરતા દેખાય છે.
આ સાથે જ સંસદના પ્રાર્થના હોલ નો દુરુપયોગ કરે છે. તેમજ સંસદમાં તેમના માટે દેહ વેપાર કરતા લોકોને બોલાવવામાં આવે છે. તેવા ગંભીર આરોપો પણ લાગ્યા છે. તેમના અશ્લીલ ચેનચાળા ના ફોટાઓ અને વિડિયો આપસમાં એકબીજા સાથે શેયર પણ કરે છે.
જોકે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મૉરિસન એ આખી બાબતને ખૂબ જ અપમાનજનક અને શરમ દાયક ગણાવી છે.