News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ શ્રીલંકા(Srilanka) ૧૯૪૮માં પોતાની આઝાદી બાદ પ્રથમ વખત આટલા મોટા આર્થિક સંકટ(Economic crisis)માંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં વિદેશી મુદ્રા ભંડાર(forex reserve)ની અછત છે, જેના કારણે તે ખાદ્ય ચીજવસ્તુઓ સાથે ઇંધણ(Fuel shortage)ની આયાત કરી શકતું નથી, જેના કારણે સ્થાનિક ભાવમાં આટલો ઊંચો ઉછાળો જોવા મળી રહ્યો છે. ગત ૭ માર્ચથી શ્રીલંકન ચલણમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે.
ઈંધણના ભાવ(fuel rate) વધારાના કારણે સ્થાનિક લોકોમાં પણ ભારે નારાજગી છે અને તેઓ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકોને ઈંધણ(FuelI અને ગેસ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, ત્યારે તેઓ વીજ સંકટ(power shortage)નો પણ સામનો કરી રહ્યા છે.આર્થિક સંકટ અને દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકા(srilankaIમાં હવે પેટ્રોલ (Petrol)૩૩૮ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. શ્રીલંકાની સરકારી તેલ કંપની સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશનએ સોમવારે મધરાતથી ૯૨ ઓક્ટેન પેટ્રોલની કિંમત ૮૪ રૂપિયા વધારીને ૩૩૮ રૂપિયા પ્રતિ લિટર કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો :
શ્રીલંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(Srilanka Indian Oil COrporation) દ્વારા કિંમતોમાં વધારો કર્યાના એક દિવસ બાદ, સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને પણ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(Srilanka Indian Oil COrporation)એ છ મહિનામાં પાંચ વખત ભાવ વધાર્યા છે, જ્યારે સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશને એક મહિનામાં બીજી વખત કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક ઉછાળો અને ડોલર સામે શ્રીલંકાના રૂપિયાના અવમૂલ્યનના નિર્ણયને કારણે કંપનીએ દેશમાં ઇંધણના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.