News Continuous Bureau | Mumbai
Shehbaz Sharif: પાકિસ્તાનમાં ચોથી વખત નવાઝ શરીફની ( Nawaz Sharif ) વડા પ્રધાન બનવા માટેની રૂપરેખા તૈયાર હતી, પરંતુ મંગળવારે રાત્રે તેમણે પીછેહઠ કરી અને પીએમએલએન ( PMLN ) નેતા નવાઝ શરીફે તેમના ભાઈ શહેબાઝ શરીફને પાકિસ્તાનના નવા પીએમ અને પુત્રી મરિયમ નવાઝને ( Maryam Nawaz ) પંજાબના સીએમ પદ માટે નોમિનેટ કર્યા છે.
પાર્ટીના સુપ્રીમો નવાઝ શરીફનો આ નિર્ણય પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે ટ્વિટર પર પોસ્ટ કરી આપ્યો હતો. તેમણે કહ્યું કે, પાર્ટી દ્વારા શહેબાઝ શરીફને વડાપ્રધાન પદ ( Prime Minister Post ) માટે અને મરિયમ નવાઝને પંજાબના મુખ્યમંત્રી પદ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ પહેલા શાહબાઝે પાર્ટી વતી વડાપ્રધાન પદ માટે નવાઝ શરીફના નામની જાહેરાત કરી હતી.
Quaid PMLN Muhammad Nawaz Sharif has nominated Shehbaz Sharif for the PM slot and Maryam Nawaz for CM Punjab. pic.twitter.com/qys7tsMN9r
— Rana Sanaullah Khan (@PresPMLNPunjab) February 13, 2024
બિલાવલ ભુટ્ટોની પાર્ટી, નવાઝ શરીફની પાર્ટીમાં જોડાયા વિના બહારથી સપોર્ટ કરશે..
પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ( PPP ) ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ( Bilawal Bhutto Zardari ) કહ્યું હતું કે, તેમની પાર્ટીને સરકાર બનાવવાનો આદેશ મળ્યો નથી, તેથી તે વડાપ્રધાન પદ માટે દાવો કરશે નહીં. તેમની પાર્ટી પીએમએલ-એન સરકારને સમર્થન આપશે, પરંતુ તેમાં જોડાશે નહીં. ભુટ્ટોએ બે દિવસ સુધી ચાલેલી પાર્ટી કાર્યકારી સમિતિની બેઠક બાદ આ વાત કહી હતી. જ્યારે ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ( PTI ) પહેલાથી જ વિપક્ષમાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે. જો કે ચૂંટણીમાં ધાંધલધમાલની ફરિયાદ કરીને ઈમરાનની પાર્ટીએ પુનઃ મતદાનની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : PM Modi : UAEના ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું- ત્રીજી ટર્મમાં ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા..
પીએમએલ-એનના નેતા શહેબાઝ શરીફે ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, જો મતદાન ગણતરીમાં હેરાફેરી થઈ હોય તો આટલી મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારો કેવી રીતે જીતી શક્યા હોત અને તેમની પાર્ટીને આટલી ઓછી બેઠકો શું કામ મળી હોત? પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન પદ માટેના પોતાના દાવાને નકારતા શાહબાઝે કહ્યું હતું કે પાર્ટી તરફથી નવાઝ શરીફ એકમાત્ર દાવેદાર છે અને તેઓ દેશના આગામી વડાપ્રધાન હશે, પરંતુ મોડી રાત્રે સ્થિતિ બદલાઈ ગઈ હતી. પાર્ટીએ હવે શહેબાઝ શરીફને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા છે. ઈમરાન સરકારને હટાવ્યા બાદ શાહબાઝ એપ્રિલ 2022થી 16 મહિના સુધી પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ( Pakistan ) ફેબ્રુઆરીમાં યોજાયેલી ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમતી મળી નથી. ઈમરાન ખાનની પીટીઆઈ દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં 100થી વધુ બેઠકો જીતી છે. નવાઝ શરીફની પાર્ટી PMLNને 72 બેઠકો મળી છે. પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ ઝરદારીના પુત્ર બિલાવલના નેતૃત્વવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ 54 બેઠકો જીતી છે. MQMને 17 બેઠકો મળી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)