Shivsena UBT vs BJP Mumbai: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ ભડક્યો: મરાઠીને બદલે ગુજરાતીમાં મૃત્યુ રસીદ અપાતા ઉદ્ધવ ઠાકરેની શિવસેના લાલચોળ; ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ.

Shivsena UBT vs BJP Mumbai: "મહારાષ્ટ્રમાં જન્મથી મરણ સુધી મરાઠી જ જોઈએ", ઘાટકોપર સ્મશાન કાંડ મુદ્દે સામનામાં ભાજપ પર મરાઠી અસ્મિતાના અપમાનનો આરોપ

by Akash Rajbhar
Shivsena UBT Slams BJP Over Gujarati Language Death Certificates in Mumbai's Ghatkopar Crematorium

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ હવે મહાયુતિ અને શિવસેના (UBT) વચ્ચે ભાષા મુદ્દે જંગ છેડાયો છે. મુંબઈના ઘાટકોપર સ્થિત હિન્દુ સ્મશાનગૃહમાં મૃત્યુ નોંધણીની પહોંચ ગુજરાતી ભાષામાં આપવામાં આવતી હોવાનો વિવાદ સામે આવ્યો છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’ ના તંત્રીલેખમાં આ મુદ્દે ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને તેને મરાઠી ભાષાનું અપમાન ગણાવ્યું છે. પક્ષે આરોપ લગાવ્યો છે કે ભાજપ મહારાષ્ટ્રની રાજધાનીમાં મરાઠી અસ્મિતાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે.ઘાટકોપર સ્મશાનગૃહના કિસ્સામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે ત્યાં પાલિકાના સત્તાવાર ચિન્હોવાળી રસીદો ગુજરાતીમાં વિતરીત કરવામાં આવી રહી છે. મુંબઈ મહાનગરપાલિકાના નિયમો મુજબ, તમામ સત્તાવાર પ્રમાણપત્રો મરાઠી અને અંગ્રેજીમાં હોવા જોઈએ. સામનામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વિસ્તારનું પ્રતિનિધિત્વ વર્તમાન મેયર રિતુ તાવડે કરી રહ્યા છે, તેથી આ મામલે તેમની અને વહીવટીતંત્રની જવાબદારી નક્કી થવી જોઈએ. શિવસેનાએ ચેતવણી આપી છે કે મુંબઈમાં મરાઠી ભાષાને ગૌણ બનાવવાની કોઈપણ કોશિશ સહન કરવામાં આવશે નહીં.

ભાજપ પર ‘મરાઠી વિરોધી’ હોવાનો શિવસેનાનો ગંભીર આરોપ

સામનાના સંપાદકીયમાં ભાજપ પર પ્રહાર કરતા લખવામાં આવ્યું છે કે, ચૂંટણી દરમિયાન ભાજપ મરાઠી પ્રેમનો મહોરું પહેરે છે અને સત્તામાં આવ્યા બાદ તેને ઉતારી ફેંકે છે. જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મરાઠીને અનિવાર્ય ગણાવી હોય, તો પછી સ્મશાનગૃહમાં ગુજરાતી રસીદો કેમ અપાય છે? આ ઉપરાંત રેલવે પ્લેટફોર્મ, રસ્તાઓના નામ અને અન્ય સરકારી કામોમાં પણ ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપીને મરાઠી અસ્મિતા પર ખતરો ઊભો કરવામાં આવી રહ્યો હોવાનો દાવો લેખમાં કરાયો છે.

આ સમાચાર પણ વાંચો : T20 World Cup 2026 Winner: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ હવે શું? કેપ્ટન સૂર્યાએ ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવવાની ભરી હૂંકાર; ટીમ ઈન્ડિયાના આગામી મિશનથી ફેન્સમાં ભારે રોમાંચ

મરાઠી અસ્મિતા અને શિવાજી મહારાજનો વારસો

શિવસેનાએ દાવો કર્યો છે કે મરાઠી ભાષા અને અસ્મિતાના રક્ષણ માટે તેમણે દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ, ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બાળાસાહેબ ઠાકરેની આ ધરતી પર મરાઠીનું અપમાન બરદાસ્ત કરવામાં આવશે નહીં. સંપાદકીયમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં જન્મથી લઈને મૃત્યુ સુધી તમામ પ્રક્રિયામાં મરાઠી ભાષાને જ પ્રાથમિકતા મળવી જોઈએ. જો મરાઠી ઓળખને નબળી પાડવાની કોશિશ થશે, તો શિવસેના રસ્તા પર ઉતરીને તેનો વિરોધ કરશે.

ગુજરાતી સંસ્કૃતિનું સન્માન, પણ મરાઠી સર્વોપરી

જોકે, લેખમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે કે દેશના સાહિત્ય, સંગીત અને રાજકારણમાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મોટું યોગદાન છે. પરંતુ મહારાષ્ટ્રની સરહદની અંદર મરાઠી ભાષા જ સર્વોપરી રહેવી જોઈએ. હાલમાં સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે મોટી ચર્ચા જાગી છે અને મરાઠી ભાષા પ્રેમીઓ સોશિયલ મીડિયા પર ભાજપ સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ ભાષાકીય વિવાદ વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More