ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર
ચીનની રાષ્ટ્રીય એરલાઇન્સ એ ભારત જનાર તમામ કાર્ગો વિમાન ને પંદર દિવસ માટે રોકી દીધા છે. ચીનનું આ પગલું ભારત માટે ઘણું તકલીફ જનક બનશે કારણ કે આગામી 15 દિવસમાં ભારતમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટેના ઉપકરણો ચીનથી આવી રહ્યા છે.
બીજી તરફ જે કંપનીઓ મહત્વપૂર્ણ ઉપકરણો બનાવી રહી છે તેણે પોતાની પ્રોડક્ટ ની કિંમત ૩૫થી ૪૦ ટકા વધારી નાખી છે. આ ઉપરાંત લાઈટ સર્વિસીસ એ પણ પોતાના ચાર્જીસ ૨૦ ટકા જેટલા વધારે નાખ્યા છે.
આમ વિશ્વને કોરોના ની ભેટ આપનાર ચીન અત્યારે ભારતમાં કોરોના ફેલાતો ન રોકાય તે માટે મદદરૂપ થવાના સ્થાને આડખીલીરૂપ બની રહ્યો છે.
