ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
રશિયાની પર્મ સ્ટે યુનિવર્સિટી પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના ઘટી છે.
મળતી માહિતી મુજબ પર્મ સિટી ખાતે એક વિદ્યાર્થીએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
આ ફાયરિંગની ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
યુનિવર્સિટીને હાલ બંધ કરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
જોકે તે વિદ્યાર્થી કોણ હતો અને કયા કારણસર તેણે આ પગલું ભર્યું તેની તપાસ ચાલુ છે.
નોંધનીય છે કે રશિયામાં અગાઉ પણ આવા આતંકી હુમલા થઈ ચૂક્યા છે. ચેચન્યામાં થોડા વર્ષો પહેલા કેટલાક આતંકી હુમલા થયા હતા. રશિયા પોતાના દેશની આંતરિક સુરક્ષા બાબતે ખુબ જ અલર્ટ રહે છે.
લો બોલો… દેશના આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, બધી પાર્ટીઓએ મિલાવ્યો હાથ