News Continuous Bureau | Mumbai
India Britain Electric Propulsion System : ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમ્સની ડિઝાઇન અને વિકાસ પર સહકાર પર એક ઉદ્દેશ્ય પત્ર (Statement of Intent – SoI) પર 28 નવેમ્બર, 2024ના રોજ પોર્ટ્સમાઉથમાં ભારત અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર ઇલેક્ટ્રીક પ્રોપલ્શન ક્ષમતા ભાગીદારીની ત્રીજી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકનો ભાગ હતો, જે સ્વદેશી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

Signed LOI with Britain to cooperate on design and development of electric propulsion system for Indian Navy
આ એસઓઆઈ ભવિષ્યના નૌકાદળના જહાજો માટે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન ( Electric Propulsion System ) ક્ષમતાની સહ-ડિઝાઇન, સહ-નિર્માણ અને સહ-ઉત્પાદનમાં સહકાર માટેના એક વ્યાપક માળખા તરીકે સેવા આપશે. લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક્સ જેને ભારતીય શિપયાર્ડમાં બાંધવાની યોજના છે, જેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમની ( Indian Navy ) કલ્પના કરવામાં આવી છે.

Signed LOI with Britain to cooperate on design and development of electric propulsion system for Indian Navy
આ સમાચાર પણ વાંચો : PM Modi DG-IGP Conference: PM મોદી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં લેશે ભાગ, આ મહત્ત્વના મુદ્દે કરવામાં આવશે ચર્ચા.
સંયુક્ત સચિવ (નેવલ સિસ્ટમ્સ) શ્રી રાજીવ પ્રકાશ અને બ્રિટિશ સંરક્ષણ મંત્રાલયના ( India Britain )જહાજ સંચાલન તેમજ ક્ષમતા એકીકરણ ડાયરેક્ટર રીઅર એડમિરલ સ્ટીવ મેકકાર્થી ( Defence Ministry ) વચ્ચે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા તથા તેનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.