Site icon

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ટ્વીટ પર સિંગાપુર ભડક્યું; આપ્યું આ નિવેદન, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુરના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે સિંગાપુર ભડકી ઊઠ્યું છે. સિંગાપુરની સરકારે ભારતના હાઈ કમિશનને બોલાવી કેજરીવાલના સિંગાપુર વેરિયન્ટપર કરેલા ટ્વીટ વિશે સખત આપત્તિ જતાવી છે.

હકીકતમાં કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને સૂચન આપ્યું હતું કે સિંગાપુરમાં આવેલા કોરોનાનું નવું સ્વરૂપ બાળકો માટે અત્યંત જોખમી હોવાનું કહેવાય છે, ભારતમાં એ ત્રીજી લહેર તરીકે આવી શકે છે. મારી અપીલ છે કે સિંગાપુર સાથેની હવાઈ સેવાઓને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. બાળકો માટે પણ રસીના વિકલ્પો બાબતે પ્રાથમિકતા આપવી જોઈએ.આ ટ્વીટને લઈ સમગ્ર વિવાદ જાગ્યો હતો. સિંગાપુરના ભારત દૂતાવાસે આ બાબતે ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કેસિંગાપુરમાં નવો કોવિડનો કોઈ વેરિયન્ટ નથી. ફિલોજેનેટિક પરીક્ષણમાં જણાયું છે કે સિંગાપુરમાં તાજેતરના સપ્તાહમાં બાળકો સહિત, ઘણા કોવિડ કેસોમાં બી.૧.૬૧૭.૨ વેરિયન્ટ જોવા મળ્યું છે.આ વેરિયન્ટ પહેલાં ભારતમાં જોવાયું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ આ વિશે સ્પષ્ટતા કરવી પડી હતી. એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન ભારત માટે બોલતા નથી. ઉપરાંત સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ દાવાને ફગાવી દીધો હતો.

F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!
Sheikh Hasina: શેખ હસીના Vs યુનુસ સરકાર: સત્તા માટે ખુલ્લી લડાઈ! ઢાકાની સડકો પર હિંસક અથડામણો, બાંગ્લાદેશમાં કટોકટી જેવો માહોલ
Zohran Mamdani: રાજકારણમાં ભૂકંપ! શું ટ્રમ્પ અને ઝોહરાન મમદાનીનું થશે મિલન? મેયર-ઇલેક્ટે મૂકી એક એવી શરત કે ચર્ચા થઈ તેજ!
Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
Exit mobile version