ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોનનો પહેલો કેસ ૨૪ નવેમ્બરે સામે આવ્યો હતો. જે બાદ આ ૮ ડિસેમ્બર સુધીમાં ૫૭ દેશોમાં પહોંચી ગયો છે. ઉૐર્ંએ પોતાના વીકલી રિપોર્ટમાં જણાવ્યું છે કે લગભગ બે સપ્તાહમાં નવો સ્ટ્રેન ૫૭ દેશોમાં પહોંચી ગયો છે. મોટા ભાગના કેસ તે લોકોમાં જાેવા મળ્યાં છે જેઓ વિદેશથી પરત ફર્યા છે.કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમિક્રોનની સામે કોવિડ વેક્સિન અસરકારક હશે કે નહીં તેને લઈને હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. તો બીજી બાજુ સિંગાપુરથી બે લોકોમાં મળેલા આ વેરિયન્ટ વેક્સિનના બંને ડોઝ જ નહીં પરંતુ બૂસ્ટર ડોઝને પણ ફેલ સાબિત કરી દીધા છે. સિંગાપુરમાં ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત મળેલા બંને લોકોએ કોવિડ વેક્સિનનો બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો છે. તેમ છતાં તેઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાને કારણે હવે બૂસ્ટર ડોઝ પણ વાયરસ સામે સુરક્ષા આપી શકે છે કે નહીં તે અંગે સવાલો ઊઠી રહ્યાં છે. સિંગાપુરમાં મળેલા ઓમિક્રોનનો પહેલો કેસ ૨૪ વર્ષની મહિલાનો છે, જે એરપોર્ટ પર પેસેન્જર સર્વિસમાં કામ કરે છે. આ મહિલા પ્રાથમિક તપાસમાં ઓમિક્રોન પોઝિટિવ આવી હતી. સિંગાપુરના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ શહેરમાં ઓમિક્રોનનો પહેલો લોકલ મામલો છે. બીજાે કેસ વિદેશી સંક્રમણનો છે. જેમાં સંક્રમિત મળેલો શખસ ૬ ડિસેમ્બરે જર્મનીથી પરત ફર્યો હતો અને માનવામાં આવે છે કે તે જર્મનીમાં જ ઓમિક્રોનની ઝપેટમાં આવી ગયો હશે. તેને પણ બૂસ્ટર ડોઝ લીધો હતો. સિંગાપુરના મંત્રાલયના જણાવ્યા મુજબ બંને સંક્રમિત નેશનલ સેન્ટર ફોર ઈન્ફેક્શસ ડિઝીઝમાં રિકવર થઈ રહ્યાં છે. તેમના તમામ કોન્ટેક્ટ્સને ૧૦ દિવસ માટે કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. મંત્રાલયના કહ્યું મુજબ- ઓમિક્રોન વાયરસ ફેલાવવાની ગતિ જાેતા અમે માની રહ્યાં છીએ કે દેશની બોર્ડર પર અને અમારી કોમ્યુનિટી વચ્ચે ઓમિક્રોનથી જાેડાયેલાં અન્ય કેસ પણ મળી શકે છે. જાે કે વેક્સિન નિર્માતા ફાઈઝર-બાયોએનટેકે આ સપ્તાહની શરૂઆતમાં વેક્સિનનો ત્રીજાે ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝથી ઓમિક્રોન વેરિયન્ટ ખતમ થઈ જશે તેવો દાવો કર્યો હતો. કંપનીએ આ દાવો ઓમિક્રોન વેરિયન્ટ પર વેક્સિનની અસરને લઈને ચાલતા રિસર્ચના પ્રાથમિક લેબ રિઝલ્ટના આધારે કર્યો હતો, પરંતુ સિંગાપુરમાં મળેલા મામલાઓ આ દાવાઓ પર સવાલ ઊભા કરી રહ્યાં છે.